સાવરકુંડલામાં ગુણુબાપુની 41મી પુણ્યતિથિ ઉજવાઇ

09 October 2019 03:42 PM
Amreli
  • સાવરકુંડલામાં ગુણુબાપુની 41મી પુણ્યતિથિ ઉજવાઇ

સાવરકુંડલામાં માનવ-શિક્ષણ, આરોગ્ય અને સમાજસેવા કરતી સંસ્થા ગુણવંત નિમાવત ટ્રસ્ટ દ્વારા હવનાષ્ટમી કાર્યક્રમ શહેરના જરૂરતમંદ ખાદી કાર્યાલય પાછળના વિસ્તારની શાળા અને આંગણવાડીમાં બાળકોને બિસ્કિટ દર્દીને ફ્રુટ વિતરણ ટ્રસ્ટના હોદ્દેદારો સર્વશ્રી હરેશભાઇ ભટ્ટ, નંદલાલ સાદીયા, છોટુભાઈ ભટ્ટી, અષ્ટકાંત સૂચક, મુકેશ જેઠવા, પ્રકાશગીરી ગોસ્વામી, રતિલાલ સુરજીવાળા, ધનજીભાઈ કાચા સહિત અન્ય સેવકો દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ.
આગામી 16/10/19 બુધવારે વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ મોખરા હનુમાનજી સેવાયજ્ઞના સંચાલન તળે હોમગાર્ડ કચેરીએ રાખવામાં આવેલ છે જેમાં વતનપ્રેમી દાતાશ્રી ખેતાણી પરિવારનો સહયોગ મળેલ છે. આંખના દર્દીઓ આ કેમ્પનો બહોળા પ્રમાણમાં લાભ લેવા નિમાવત ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.


Loading...
Advertisement