ખાંભા જાહેર માર્ગોમાં ખાનગી કંપની દ્વારા આડેધડ ખોદકામથી કેબલ પાથરી દેવાયા

09 October 2019 03:41 PM
Amreli
  • ખાંભા જાહેર માર્ગોમાં ખાનગી કંપની દ્વારા આડેધડ ખોદકામથી કેબલ પાથરી દેવાયા

આરટીઆઇ એકટીવિસ્ટ બાટાવાળાની મુખ્યમંત્રીને રજૂઆત

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.9
ખાનગી ટેલીફોન કંપનીઓ ઘ્વારા સરકારના જવાબદાર વિભાગો જેવા કે માર્ગ મકાન સ્ટેટ અને પંચાયત-વન વિભાગ કે સ્થાનિક ગ્રામ પંચાયતોની પૂર્વ મંજુરી વગર વાઈ- ફાઈ કેબલ મિતિયાળા અભિયારણ્યની હદમાં અને માર્ગ મકાન સ્ટેટ તથા માર્ગ મકાન પંચાયતના રોડની હદમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતના બનાવેલા રોડમાં નિયમ વિરૂઘ્ધ પાથરી સરકારી કાયદાનોઉલાળીયો કરેલ છે.
સરકારના નિયમ મુજબ માર્ગ-મકાન સ્ટેટના હાઈવેના સેન્ટરથી 3 મીટર અને માર્ગ મકાન પંચાયતના રોડના સેન્ટરથી દોઢ મીટર દૂર અને તે પણ 1 મીટર ઊંડાઈમાં કેબલ પાથરવાનો હોવા છતાં ખાંભા- સાવરકુંડલા સ્ટેટ હાઈવે તથા ખાંભા ગામતળમાં સાઈટ સોલ્ડર (પરડી) ઉપર જ અનેક જગ્યાએ કેબલ પાથરી ખાંભાના ભાડ ગામના પાદરમાં આવેલ પુલ ઉપર માર્ગ મકાન સ્ટેટની પૂર્વ મંજુરી વગર વાયર પાથરી સિમેન્ટ કોંક્રીટની પાટડી બનાવી સરકારી કાયદાનો ઉલાળીયો કરી સરકારી મિલ્કતને નુકસાન કરેલ છે.
મિતિયાળા અભિયારણ્ય નજીક પ્રતિબંધિત લાપાળા વિસ્તરમાં પણ કેબલ પાથરી દેવાયા હોય. ઉપરોકત બાબતે તપાસ કરાવી કસુરવાર ઠેકેદાર અને વાયર પાથરનાર તમામ કેબલ કંપનીઓ સામે તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવા ભીખુભાઈ બાટાવાળાએ માંગ કરેલ છે.


Loading...
Advertisement