જસદણના બે બુટલેગરોને પાસામાં ધકેલાયા

09 October 2019 03:31 PM
Jasdan
  • જસદણના બે બુટલેગરોને પાસામાં ધકેલાયા

રાજકોટ તા.9
અગાઉ દારૂના ત્રણ ગુનામાં ઝડપાયેલા બે બુટલેગરો વિરૂધ્ધ એસપી બલરામ મીણાની સુચના મુજબ એલસીબી શાખાના પીઆઈ એમ.એન. રાણાની ટીમે પાસે દરખાસ્ત કરી કલેકટર રેમ્યા મોહનને મોકલી આપી હતી. જે પાસા દરખાસ્ત મંજુર થઈ જતા જસદણના સુરેશ જસુભાઈ બસીયા, હરેશ બાબભાઈ બસીયા (ઉ.40) (રહે. કુદણી) ગામની ધરપકડ કરી એલસીબીની ટીમે પાસા તળે અલગ અલગ જેલમાં મોકલી દીધા હતા. બંને આરોપી અગાઉ ભાડલા, આટકોટ, ગોંડલ પોલીસ મથકના ત્રણ ગુનામાં ઝડપાઈ ચૂકયા છે.


Loading...
Advertisement