રાણાવાવમાં આર.એસ.એસ. દ્વારા પથ સંચલન તથા શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો

09 October 2019 03:30 PM
Porbandar
  • રાણાવાવમાં આર.એસ.એસ. દ્વારા પથ સંચલન તથા શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો

(બી.બી.ઠકકર) રાણાવાવ તા.9
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાણાવાવ દ્વારા ગત તા.8ને મંગળવારે વિજયાદશમીના પવિત્ર દિવસે રાણાવાવ શહેરમાં પથ સંચલન કાઢવામાં આવ્યું હતું. જેમાં સંઘના સ્વયંસેવકો ગણવેશ સાથે જોડાયા હતા. ભારતીય સંસ્કૃતિના સંગીતની વિવિધ રચનાઓનું વાદન ઘોષના બેન્ડ દ્વારા સ્વયંસેવકોએ કર્યુ હતું તથા શહેરના રાજમાર્ગો પર પથ સંચલન કયુર્ં હતું.
પથ સંચલન દરમિયાન પરમ પવિત્ર ભગવા ધ્વજનું શહેરીજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગોપાલપરા લાલ ઓટા અને આશાપુરા ચોક ખાતે પુષ્પવર્ષા દ્વારા ભગવા ધ્વજનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉપરાંત નગરજનો માટે શહેરની મધ્યમાં આશાપુરા ચોકમાં સવારથી સાંજ સુધી શસ્ત્રપૂજન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં મોટી સંખ્યામાં ભાઈએ, બહેનો જોડાયા હતા.
આ સાથે જ પથ સંચલન પૂર્ણ થયા બાદ વિજયાદશમીના પરંપરાગત ઉત્સવનું આયોજન થયુ હતું. જેમાં જિલ્લાના અધિકારી ધનજીભાઈ ગોહેલે માર્ગદર્શન આપ્યુ હતું તેમજ આજરોજ સંઘની સ્થાપનાને 94 વર્ષ પૂર્ણ થઈ 95માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે સ્વયંસેવકોને સંઘ કાર્ય માટે વધુ સમય આપવા આહવાન કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને સંઘકાર્યની માહિતી મળે અને સંગ સાથે જોડાય તેવુ આયોજન કરવા જણાવ્યું હતું.


Loading...
Advertisement