માણાવદરનાં ગણા ગામે ભાદર નદીમાં તણાયેલા યુવાનની બીજા દિવસે લાશ મળી

09 October 2019 03:30 PM
Junagadh Crime
  • માણાવદરનાં ગણા ગામે ભાદર નદીમાં તણાયેલા યુવાનની બીજા દિવસે લાશ મળી

એનડીઆરએફની ટીમને મૃતદેહ શોધવામાં સફળતા મળી

માણાવદર તા.9
માણાવદર તાલુકાના ગણા ગામની ભાદર નદીમાં ગઇકાલે બપોરે બાર વાગ્યા ના સમય આસપાસ એક યુવાન નદીમાં તણાયેલ હતો લાશની શોધખોળ માણાવદર મામલતદાર અધારાની રેસ્ક્યુ ટીમ દ્રારા શરૂ કરવામાં આવી હતી.
નવરાત્રી પર્વના અંતે ભાદર નદી કિનારે કોળી સમાજના પ્રસિધ્ધ ધાવળીમાતા ના મંદિરે હવનમાં આવેલા ઉપલેટા તાલુકાના ભીમોરા ગામના રાજેશભાઈ મોહનભાઇ વાઘેલા ઉંમર વર્ષ (35) ગઇકાલે બપોરે બાર વાગ્યાના સુમારે હાથ પગ ધોવા માટે કાંઠે ગયા હતા ત્યાંથી પગ લપછતાં ભાદર નદીમાં તણાયા ગયા હતા લાશની શોધખોળ સ્થાનિક લોકો અને મામલતદાર ની રેસ્ક્યુ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી પરંતુ એક દિવસ વિતી જવા છતાં સફળતા મળી ન હતી બીજા દિવસે પણ લાશ ની શોધખોળ માટે જૂનાગઢ ની ફાયર ટીમ એન.ડી.આર. એફ ની ટીમ અને માણાવદર મામલતદાર ની રેસ્ક્યુ ટીમે લાશ ની શોધખોળ માટે પ્રયત્ન ચાલુ રાખ્યા હતા અને બીજા સાડા પાંચ વાગ્યે આ મૃતદેહ ને શોધવામાં સફળતા મળી હતી માણાવદર મામલતદાર અધારા સાહેબ અને તમામ ટીમે ભારે જેહમત ઉઠાવી ને લાશ ને બહાર કાઢી હતી.


Loading...
Advertisement