ગોંડલના કૈલાશબાગમાં ચીલઝડપ કરનાર મયુર ધાંધલ ઝડપાયો

09 October 2019 03:05 PM
Gondal
  • ગોંડલના કૈલાશબાગમાં ચીલઝડપ કરનાર મયુર ધાંધલ ઝડપાયો

પોલીસે બે મોબાઈલ- વાહન મળી રૂ.50,000 /-નો મુદામાલ કબજે કર્યો

રાજકોટ તા.09
ગોંડલના પાંચિયાવદરમાં એક શખ્સ ચોરાઉ મુદામાલ સાથે ઉભો હોવાની બાતમીના આધારે એલ.સિ.બી ટીમના પી.આઈ એમ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એચ.એ.જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઈ બારડ, અનીલ ગુજરાતી સહિતના સ્ટાફને પેટ્રોલિંગ દરમ્યાન મળતા બાતમીવાળા સ્થળ પર દરોડો પડી મયુર નરશીભાઈ ધાધલ (ઉ.વ.21) (રહે. પાંચીયાવદર દલીતવાસ, ગોંડલ)ની ધરપકડ કરી એક ચોરાઉ બે મોબાઈલ ફોન, બાઈક મળી રૂ.50,000/-નો મુદામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ગોંડલ કૈલાશબાગમાં એક મહિના પહેલા મોબાઈલ ફોન ચીઝડપ કર્યાની કબુલાત આપી હતી.


Loading...
Advertisement