જૂનાગઢ આઝાદ ચોકમાં લુખ્ખા તત્વોનો આતંક : વેપારીને માર મારી તોડફોડ કરી

09 October 2019 03:03 PM
Junagadh
  • જૂનાગઢ આઝાદ ચોકમાં લુખ્ખા તત્વોનો આતંક : વેપારીને માર મારી તોડફોડ કરી

દિવાળીનાં તહેવારોમાં વેપારીઓ સામે ટપોરીઓની દાદાગીરીથી રોષ

(હિતેશ જોશી) જૂનાગઢ તા.9
જુનાગઢ તહેવારોના સમયમાં આઝાદ ચોક વિસ્તારમાં લુખા અને ટપોરીઓની રંજાડ દર વર્ષે જોવા મળે છે. ગઈકાલે આઝાદ ચોકમાં ઠંડા પીણાંની દુકાન ચલાવતા વેપારીને દુકાન ઉપર આવી દુકાન બંધ કરવાનું કહેતા વેપારીએ કારણ પૂછતા ઉશ્કેરાઈ જય ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં દુકાનના માલસામાનની તોડફોડ મચાવી પલાયન થઈ જતા દુકાન માલિક પોલીસ ફરિયાદ નોંધાવતા બનાવના પગલે આ વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર ગઈકાલે બપોરના સુમારે ત્રણ લુખ્ખા ટપોરીઓએ આઝાદ ચોક વિસ્તારમાં રીતસરનો આતંક ફેલાવ્યો હતો સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ દર વખતે તહેવારના સમયમાં ઉપાડો લય ઉઠતા આવારા તત્વોનો ત્રાસ આ વિસ્તારમાં વધી જાય છે ગત તારીખ ત્રીજી ઓક્ટોબરથી સુખનાથ ચોક વિસ્તારનો રહેવાસી ઇરફાન પઠાણ આ વિસ્તારમાં આવી લુખ્ખી દાદાગીરી ચલાવી વેપારીઓને દુકાનો બંધ કરવા ધમકાવતો હતો જેમાં ગઈકાલે આઝાદ ચોક વિસ્તારમાં આવેલ ઠંડા પીણાંની દુકાન પર જય ફરિયાદી કમલેશભાઈ હરકિશનભાઈ જેઠવા ઉ.વ.37 વાળાને આરોપી ઈરફાનખાન પઠાણ રહે. સુખનાથ ચોક જુનાગઢ તથા તેની સાથેના બે આજાણ્યા ઈસમો ફરીયાદીની દુકાને હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર આવી અને કહેલ કે તારી દુકાન કેમ ખુલી રાખી છે બંધ કરી દે તેમ કહેતા સાહેદે આરોપીને કહેલ કે તમે આવુ શુ કામ કરો છો તેમ કહેતા આરોપીઓ એકદમ ઉસ્કેરાઈ જઈ ભુડીગાળો દેવા લાગેલ અને ઢીકા પાટુનો માર મારી મુઢ ઈજા કરી ઠંડાપીણાની બોટલોના છુટા ઘા દુકાનમા કરી દુકાનમા રહેલ માલસામાનમા નુક્શાન કરી સાહેદને મારી નાખવાની ધમકી આપેલ ઘટનાના પગલે આખા વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ જવા પામ્યો હતો પોલીસે ફરિયાદીની ફરિયાદ લય ઇ.પી.કો ક. 323, 504, 506(2), 114, 337, 427 અન્વયે ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.


Loading...
Advertisement