મોરબી છેલ્લા 61 વર્ષથી યોજાતી ‘જય અંબે ગરબી મંડળ’નું અદકેરૂ આયોજન: દિકરીઓ મનભરી ગરબે રમી

09 October 2019 02:57 PM
Morbi
  • મોરબી છેલ્લા 61 વર્ષથી યોજાતી ‘જય અંબે ગરબી મંડળ’નું અદકેરૂ આયોજન: દિકરીઓ મનભરી ગરબે રમી

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.9
મોરબી ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ દફતરી શેરી પાસે, હિરાભૂવન નજીકની શેરીમાં આજથી 61 વર્ષ પહેલા શંકરભાઈ દફથરી દ્વારા શુભારંભ પામેલ ‘જય અંબે ગરબી મંડળ’ આજની તારીખે પણ અડીખમ છે. દિકરીઓમાં ગરબે રમવા માટે તો લત્તાવાસીઓમાં માંના ગુણગાન સાંભળવા તેમજ દિકરીઓને અવનવા રાસ રમતી નિહાળવાનું આકર્ષણ પણ વર્ષો વર્ષ વધતુ રહ્યું છે. અહીં દિકરીઓને ડેઈલી ત્રણ-ત્રણ લાણી આપી પ્રોત્સાહિત કરવામાં આવી અને નવ-નવ દિવસના માતાજીના ગુણગાન ગાયા બાદ વર્ષોથી ચાલી આવતી પ્રણાલીકા મુજબ તમામ સભ્યોએ માતાજીને દંડવત પ્રણામ કરવા સાથે, તો બહેનોએ ઘોડો ખુંદી માતાજીની અર્ચના કરવા સાથે નવલા નોરતા સંપન્ન કર્યા હતા. તમામ સભ્યો સહિતનાઓએ એકબીજાને દશેરાની શુભકામનાઓ પાઠવવા સાથે છુટા પડયા હતા.
આ ગરબી મંડળમાં છેલ્લા ઘણા વર્ષોથી હરપાલસિંહ જાડેજા, કૌશિકભાઈ પટેલ, વિમલ શાહ, અમિતભાઈ જૈન, પ્રફુલભાઈ મહેતા, દિલીપભાઈ દોશી, ભરતભાઈ મહેતા, હર્ષદભાઈ પારેખ, નૈમિષ કોઠારી તેમજ પિયુષ સંઘવી સહિતના માઈ ભકતો તન-મન-ધનથી સેવાઓ આપવા સાથે સુંદર આયોજનની ખુબ સારી વ્યવસ્થા સંભાળે છે.


Loading...
Advertisement