મોરબી ચીલઝડપના બનાવમાં સંડોવાયેલા બે શખ્સો ઝડપાયા

09 October 2019 02:55 PM
Morbi
  • મોરબી ચીલઝડપના બનાવમાં સંડોવાયેલા બે શખ્સો ઝડપાયા

ઝડપાયેલા શખ્સોએ વૃઘ્ધા અને મહિલાના ગળામાંથી ચેન ખેંચી લીધા હતા

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.9
મોરબી ક્ધયા છાત્રાલય રોડ ઉપરથી પગપાળા જઈ રહેલા એક પટેલ વૃદ્ધાના ગળામાંથી બે અજાણ્યા બાઈક સવારો સોનાના ચેનની ચીલ ઝડપ કરી ગયા હતા તેવી જ રીતે રવાપર રોડ ઉપર ચાલીને જઈ રહેલા મહિલાના ગળામાંથી બે અજાણ્યા શખ્સો પાંચ તોલાનો સોનાના ચેનની ચીલ ઝડપ કરી ગયા હતા આ બન્ને ચીલ ઝડપના ગુનામાં રાજકોટથી મોરબી પોલીસે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મોરબી ક્ધયા છાત્રાલય રોડ તપોવન સ્કૂલની પાસે આવેલી અમરનાથ સોસાયટીમાં રહેતા નર્મદાબેન દુર્લભજીભાઈ વનજીભાઈ સવસાણી (ઉંમર વર્ષ 56) ક્ધયા છાત્રાલય રોડ ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે ઉમિયા સ્ટીલ પાસેથી બે અજાણ્યા બાઇક સવારો નર્મદાબેનના ગળામાંથી રૂપિયા 50 હજારની કિંમતનો અઢી તોલાનો સોનાનો ચેન ઝૂંટવી ગયા હતા જે ગુનામાં રાજવીર ઉર્ફે રાજો વલકુભાઈ ધાંધલ (ઉ 21) રહે જસદણ વાળાનો રાજકોટ પોલીસ પાસેથી કબજો લેવામાં આવ્યો છે તેવી જ રીતે મોરબીના રવાપર રોડ પર હરિહરનગર સોસાયટીમાં રહેતા કંચનબેન લાલજીભાઈ બાવરવા (ઉ.58) અન્ય મહિલા રૂકમણીબેન સાથે સુભાષનગર સોસાયટીના મેઈન રોડ ઉપર ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે નંબર પ્લેટ વગરના બાઈકમાં આવેલા બે શખ્સો કંચનબેનના ગળામાંથી પાંચ તોલાનો એક લાખની કિમતનો ચેન ચીલ ઝડપ કરી ગયા હતા જે ગુનામાં પોલીસે રાજકોટ પોલીસ પાસેથી રાજવીર ઉર્ફે રાજો વલકુભાઈ ધાંધલ (ઉ 21) રહે જસદણ તેમજ રવી નટુભાઈ જોલાપરા (ઉ21) રહે જસદણ વાળની ધરપકડ કરેલી છે.


Loading...
Advertisement