કચ્છથી તામિલનાડુ લઇ જવાતા 8 ગૌવંશને મોરબીના ટીંબડી પાસેથી બચાવતા સેવકો

09 October 2019 02:55 PM
Morbi
  • કચ્છથી તામિલનાડુ લઇ જવાતા 8 ગૌવંશને મોરબીના ટીંબડી પાસેથી બચાવતા સેવકો

આઇસર લઇને જતા બે શખ્સ સામે ગુનો : લીલાપર રોડ પર મજૂરનો આપઘાત

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.9
મોરબી તાલુકાના ટીંબડી ગામ પાસેથી વાહનમાં ગૌવંશો ભરીને લઇ જતા હોવાની બાતમી ગૌસેવકોને મળી હતી જેથી ગૌ સેવક દ્વારા ત્યાં વોચ ગોઠવાતા કચ્છ તરફથી આવતાં આઇસરમાંથી 8 ગૌવંશો મળી આવ્યા હતા જેથી કરીને કતલખાને લઇ જવામાં આવતા ગોંવંશોને બચાવીને ગૌ સેવક દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ગુનો નોંધાવ્યો છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રહેતા ગૌસેવક પાર્થભાઈ મનસુખભાઈ નેસડીયા (ઉ 22)ને બાતમી હતી કે કચ્છ જીલ્લાના નવા કટારીયા ગામેથી ગોવંશોને ભરીને કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે જેથી ટીંબડી ગામ પાસે ગૌ સેવક દ્વારા ત્યાં વોચ રાખવામાં આવી હતી દરમિયાન કચ્છ તરફથી આવતાં આઇસર જી જે 33 ટી 9972ને રોકીને તેની તલાસી લેવામાં આવતા તેમાંથી ચાર ગાય, ત્રણ વાછરડી તેમજ એક ખુંટ એમ કુલ મળીને 8 ગૌવંશોને ભરવામાં આવ્યા હતા અને સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વગર ગુજરાત બહાર તમીલનાડુમાં લઇ જવામાં આવી રહ્યા હતા જેથી કતલખાને લઇ જવામાં આવતા ગોંવંશોને બચાવી લેવામાં આવેલ છે.
ગૌ સેવકની ફરીયાદના આધારે જસદણ તાલુકાના લાલકા ગામના રહેવાસી ડ્રાઇવર જયસુખભાઇ વાલાભાઇ બેરાણી(ઉ 27) તેમજ મેહુલભાઇ સુરેશભાઇ પીપળવા (ઉ 20) સામે ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનીયમ 2017 તેમજ પ્રાણી ક્રૃરતા નિવારણ અધિનીયમ સહિતની કલમ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો છે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.
ગળાફાંસો
મોરબીના લીલાપર રોડ ઉપર ફિલ્ટર હાઉસની બાજુમાં આવેલ જય ગોપાલ કારખાનામાં રહીને મજૂરીકામ કરતા ગોવિંદભાઇ વશરામભાઈ સાવરીયા(ઉંમર વર્ષ 45)એ બીમારીથી કંટાળી ને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા એ ડિવિઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
યુવાનની લાશ મળી
વાંકાનેર તાલુકાના જીનપરા વિસ્તારમાં રહેતા હરેશભાઈ બુદ્ધદેવએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા હકાભાઇ બુધાભાઈ મકવાણા જાતે રબારી (ઉ,45)ની લાશ પડી છે જેથી સિટી પોલીસ ત્યા પહોંચી લાશને પીએમમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement