કોટડાસાંગાણીમાં તાલુકા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરાયું

09 October 2019 02:29 PM
Gondal
  • કોટડાસાંગાણીમાં તાલુકા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરાયું

કોટડાસાંગાણીમા દશેરા નીમીત્તે તાલુકા રાજપુત સમાજ દ્રારા શસ્ત્ર પુજન કરાયુ હતુ અને ઠાકોર મુળવાજી સાહેબના સ્ટેચ્યુ મુકવા અંગેનુ ખાત મુર્હુત પણ કરાયુ હતુ.

કોટડાસાંગાણી તા.9
કોટડાસાંગાણી તાલુકા રાજપુત સમાજ દ્રારા દશેરા નીમીત્તે શસ્ત્ર પુજન કરાયુ હતુ. અને દરબાર ગઢથી અરડોઈ રોડ સુધી શોભાયાત્રા યોજાઈ હતી.અને કોટડાસાંગાણી તાલુકાનુ ગૌરવ કહી શકાય તેવા પ્રજા વાત્સલ્ય અને ગૌ સેવક રાજવી નામદાર ઠાકોર સાહેબ શ્રીમુળવાજી બાપુનુ સ્ટેચ્યુ કોટડાસાંગાણીમા બાપુના બંગલાની સામે અરડોઈ માર્ગ પરના સર્કલ પાસે મુકવામાં આવનાર છે.જેનુ ખાત મુર્હુત ગોંડલના પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યુ હતુ ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયા ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા તાલુકા ભાજપ પ્રમુખ અરવીંદભાઈ સિંધવ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને તાલુકા ભરના રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement