ધોરાજીમાં હિન્દુ યુવક સંઘ દ્વારા વિજયાદશમી નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો

09 October 2019 02:21 PM
Dhoraji
  • ધોરાજીમાં હિન્દુ યુવક સંઘ દ્વારા વિજયાદશમી નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો

કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે દહન કરાયું

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી)
ધોરાજી તા.9
ધોરાજીના બાલવા ચોક ખાતે વર્ષોથી રાસ ગરબા સહિત અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા હિન્દુ યુવક સંઘ દ્વારા વિજયાદશમી નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
જેમાં રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ હજારોની જનમેદની વચ્ચે જયશ્રી રામના નારાઓ વચ્ચે રાવણ દહન કર્યુ હતું.
આ તકે જયેશભાઈ રાદડીયાએ વિજયાદશમીની શુભકામનાઓ આપેલ હતી અને લોકોનું અભિવાદન કરેલ હતું.
આ તકે હિન્દુ યુવક સંઘના પ્રમુખ હરકીશનભાઈ માવાણીએ મંત્રી રાદડીયાને આવકારી સન્માનીત કરેલ હતા. આ પ્રસંગે કે.પી. માવાણી, ભોલો માવાણી યુવા અગ્રણી હિતેશભાઈ કોયાણી, આહીર યુવા અગ્રણી સુધીરભાઈ ચાવડા, શરદ ઠેપીયા, ધર્મેશ જાગાણી, અશ્ર્વીન વઘાસીયા, લાલો બાબરીયા સહીતના હિન્દુ યુવક સંઘના કાર્યકર્તાઓને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ બિરદાવેલ હતા.


Loading...
Advertisement