કસ્ટમ-ડીઆરઆઇને અંધારામાં રાખી પાક.થી આયાત કરેલ 40 ક્ધટેનર સુકી ખારેક કૌભાંડમાં વેપારી ઝડપાયો

09 October 2019 02:18 PM
kutch Crime Saurashtra
  • કસ્ટમ-ડીઆરઆઇને અંધારામાં રાખી પાક.થી આયાત કરેલ 40 ક્ધટેનર સુકી ખારેક કૌભાંડમાં વેપારી ઝડપાયો

ઓમાનથી માલ લાવ્યાનું દર્શાવ્યું : 8 કરોડની ડયુટી ચોરીના મુદ્દે કસ્ટમ-ડીઆરઆઇની તપાસ તેજ

ભૂજ તા.9
ઓમાનથી દરિયાઈ માર્ગે પાકિસ્તાનથી સરહદી કચ્છના મુંદરા બંદરે સૂકી ખારેક આયાત કરવાના એક કૌભાંડનો ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સે પર્દાફાશ કરતાં ચકચાર ફેલાઈ છે. સમગ્ર કૌભાંડના સૂત્રધાર તરીકે રાજસ્થાનના હરીશ રામનાની નામના વેપારીનું નામ બહાર આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગત સપ્ટેમ્બરમાં ડીઆરઆઈને ધ્યાને આ કૌભાંડ બહાર આવ્યું હતું. મુંબઈમાં સૂકી ખારેક વેચતાં ચાર વેપારીઓની કડક પૂછપરછ કરતાં તેમણે માલ હરીશ રામનાની પાસેથી ખરીદયો હોવાનું જણાવતાં ઝીણવટભરી તપાસ કરતાં સ્પષ્ટ થયું હતું કે ખારેક પાકિસ્તાનની છે. પરંતુ, જંગી જકાત ટાળવા પાકિસ્તાની શખ્સો મારફતે રામનાનીએ ખારેકને ઓમાન મોકલાવી હતી અને ત્યારબાદ તેને મુંદરા પોર્ટ પર ઉતારી હતી. રામનાનીએ આ રીતે 40 ક્ધટેઈનર ભરીને ખારેક મગાવી દેશની તીજોરીને 8 કરોડ રૂપિયાની નુકશાની પહોંચાડી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ડીઆરઆઈએ રામનાનીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરતાં રામનાનીએ સ્થાનિક અદાલતમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી પરંતુ અદાલતે તેને ફગાવી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરી માસમાં જમ્મ-ુકાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર આતંકી હુમલો થયા બાદ ભારતે પાકિસ્તાન સાથેના વેપાર-વણજ પર રોક લગાવી દીધી છે. પાકિસ્તાનથી ભારત આયાત થતી ચીજવસ્તુ પર સરકારે 20થી લઈ 200 ટકા સુધીની જકાત વધારી દીધી છે. જેથી રામનાનીએ કસ્ટમ-ડીઆરઆઈને અંધારામાં રાખી આ કૌભાંડ આચર્યું હતું. જો કે, રામનાનીએ માલ ઓમાનનો જ હોવાનું અને મુંદરા કસ્ટમે 40 ક્ધટેઈનરને ક્લિયરન્સ આપી દીધું હોવાનો દાવો કરી આગોતરા માગ્યા હતા. પણ અદાલતે તેની દલીલ માન્ય રાખી નથી.


Loading...
Advertisement