પોરબંદરથી પાણીપત ‘ધ ગ્રેટ ગ્રીન વોલ’નું નિર્માણ થશે

09 October 2019 01:49 PM
Porbandar Saurashtra
  • પોરબંદરથી પાણીપત ‘ધ ગ્રેટ ગ્રીન વોલ’નું નિર્માણ થશે

દરિયાની ખારાશથી લઈને રણને આગળ વધતુ રોકવા મહાત્વાકાંક્ષી યોજના1400 કિ.મી. લાંબુ 5 કિ.મી. પહોળું વૃક્ષો-વનસ્પતિથી સભર ‘જંગલ’ નિર્માણ કરવાની યોજના:પાક તરફી આવતી સુકી હવા રોકાશે: માર્ગમાં કૃત્રિમ નદીઓનું નિર્માણ: વન્યજીવન પણ વસાવાશે

નવી દિલ્હી: દેશમાં ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં કુદરતનો જ સાથ લેવાના એક અદભૂત પ્રયાસમાં મોદી સરકારે હવે ગુજરાતથી દિલ્હી-હરિયાણા સરહદ સુધી 1400 કિમી લાંબી અને પાંચ કિમી પહોળી એક ‘ગ્રેટ-ગ્રીન-વોલ’નું નિર્માણ કરવા નિર્ણય લીધો છે. આફ્રીકા અને સેનેગલના ડાકાર વચ્ચે આ પ્રકારની વૃક્ષો-કુદરતી ઘાસ તથા અન્ય વનસ્પતિની એક લાંબી હરોળ ઉભી કરવાની કામગીરી ચાલે છે. જેનાથી એક તરફ કુદરતી ઓકસીજનનો એક નવો ભંડાર
સર્જી શકાશે તો આ ગ્રેટ-ગ્રીન વોલ જે માર્ગ પર સર્જાશે ત્યાં રણ વિ. ક્ષેત્રો છે અને સમુદ્ર કિનારો પણ નજીક છે જયાં
રણ અને જમીનની ખારાશ અટકાવવાનો હેતુ છે.
આ દિવાલ પોરબંદરથી પાણીપત વચ્ચે સર્જવામાં આવશે જેના પર હાલ અનેક મંત્રાલયો એક સાથે કામ કરી રહ્યા છે. આ ગ્રીન વોલની સૌરાષ્ટ્રમાં અનેક દરીયા કિનારાના ક્ષેત્રમાં સમુદ્રની ખારાશ આગળ વધી રહી છે અને એક સમયે ‘લીલી નાધેર’ તરીકે ઓળખાતા ક્ષેત્રમાં પણ ખેતીની જમીન પર અસર થઈ છે. ઉપરાંત માર્ગમાં અરવલ્લીના પહાડો આવે છે જે ગુજરાત-રાજસ્થાન-હરિયાણા અને દિલ્હી સુધી વિસ્તર્યા છે.
જેની પાકિસ્તાન તરફથી આવતી સુકી હવાની તેના જંગલો પર પણ અસર થઈ છે તેને ફરી વધારવામાં તે મદદરૂપ બનશે તથા આ પાક. ક્ષેત્રમાંથી જે ધૂપ છેક દિલ્હી સુધી પહોંચે છે તેને પણ રોકી શકાશે.
વાસ્તવમાં આફ્રિકામાં આ ગ્રેટ-ગીન વોલ સર્જવાનું કામ અલગ અલગ દેશોનું સંયુક્ત હોવાથી તે પુરુ થઈ શકયું નથી પણ ભારતમાં મોદી સરકાર તમામ રાજયો સાથે સંકલન કરીને 2030 સુધીમાં આ કામ પુરુ કરવા માંગે છે. જેના કારણે 260 લાખ હેકટર જમીનને પ્રદૂષિત થતી બચાવી શકાશે.
આ વોલનો મુખ્ય હિસ્સો અરવલ્લી પહાડોની રેન્જ હશે અને પછી આ વોલની આસપાસ નવા નાના પોકેટ જેવા જંગલો ઉભા કરીને ત્યાં વન્યપ્રાણી-પક્ષીઓ તથા કૃત્રિમ ઝરણાથી નૈસર્ગિક વાતાવરણ ઉભુ કરી શકાશે.
જે જમીનમાં ખેતી થાય છે તેના ખેહૂતોને ખાસ હકક સાથે વળતર અપાશે. વાસ્તવમાં 2016ના એક રીપોર્ટ મુજબ ગુજરાત-દિલ્હી-હરિયાણાની જમીનના 50%થી વધુ ક્ષેત્રો હવે ગ્રીન બેલ્ટથી બહાર નીકળી ગયા છે જેની ત્યાં રણક્ષેત્ર જેવી સ્થિતિ બનવાનો ભય છે.


Loading...
Advertisement