વાસ્તવએ ખરા અર્થમાં એકટર હોવાનો અહેસાસ મને કરાવ્યો હતો: સંજયદત

09 October 2019 01:18 PM
Entertainment
  • વાસ્તવએ ખરા અર્થમાં એકટર હોવાનો અહેસાસ મને કરાવ્યો હતો: સંજયદત

મુંબઈ:
સંજયદતે જણાવ્યું હતું કે ‘વાસ્તવ’એ તેને એકટર હોવાનો અહેસાસ કરાવ્યો હતો.1999 માં રીલીઝ થયેલી આ ફિલ્મમાં સંજયદતે ગેંગસ્ટરનું પાત્ર ભજવ્યુ હતું. મહેશ માંજરેકરની આ ફિલ્મને વીસ વર્ષ થયા છે. ફિલ્મમાં નમ્રતા શિરોડકર, સંજય નાર્વેકર, મોહનીશ બહલ, પરેશ રાવલ, રીમાલાગુ અને શિવાજી સાટમ જોવા મળ્યા હતા. ફિલ્મ વિશે ટવીટર પર સંજયદતે ટવીટ કર્યુ હતું કે ફિલ્મ વાસ્તવની રીલીઝને વીસ વર્ષ થયા છે. આ ફીલ્મે ખરા અર્થમાં મને એક એકટર હોવાનો અહેસાસ કરાવ્યો હતો.


Loading...
Advertisement