મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિજળી ગુલ થતા ઈજનેરની રાતોરાત બદલી: વિજ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાતો

09 October 2019 12:52 PM
Rajkot Government Gujarat Saurashtra
  • મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિજળી ગુલ થતા ઈજનેરની રાતોરાત બદલી: વિજ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાતો

GEB એન્જીનીયર્સ એસોસીએશન મેદાને: આવેદનપત્ર પાઠવ્યું: લડતની ચીમકી:અમુક સેક્ધડનું ટ્રીપીંગ તંત્રના અંકુશ બહાર હોવાની સાફ દલીલ

રાજકોટ તા.9
રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યક્રમ દરમ્યાન વિજળી ગુલ થતાં વિજતંત્ર દ્વારા અધિકારી ઈજનેરની જવાબદારી ફિકસ કરીને રાતોરાત અંજાર બદલી કરી નાખવામાં આવતા વિજતંત્રમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને આજે ઈજનેરો દ્વારા આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું બદલી રોકવાની માંગ કરવામાં આવી હતી.
વિજ સપ્લાયમાં ટ્રીપીંગ સામાન્ય છે અને અંકુશ બહારની ઘટના છે અને ગણતરીની સેક્ધડોમાં પૂર્વવત થઈ જતો હોય છે ત્યારે આવી ઘટનામાં અધિકારીને સજારૂપે સીધા કચ્છમાં ફેંકી દેવાનું પગલુ યોગ્ય નથી. મુખ્યમંત્રીના કાર્યક્રમ વખતે અમુક ક્ષણો સુધી વિજળી ગુલ થઈ હતી. પરિણામે દોડધામ થઈ હતી. જનરેટર રાખવામાં આવ્યું હતું તેના મારફત કાર્યક્રમ આગળ ધપાવાયો હતો.
આ ઘટના ક્રમને પગલે વિજડુલ થવા મામલે પીજીવીસીએલના ઈજનેર ગોહીલની રાતોરાત બદલી કરી નાખવામાં આવી હતી. તેઓને તત્કાળ અંજાર પહોંચીને ચાર્જ લેવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
આ ઘટનાક્રમથી જીઈબી એન્જીનીયર્સ એસો.માં ઉશ્કેરાટ સર્જાયો હતો. બદલીના હુકમ સામે વિરોધ કરવા માટે સંગઠન દ્વારા રાજકોટ સીટીનાં અધિક્ષક ઈજનેર પાલા તથા ચીફ એન્જીનીયરોને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યા હતા. આવેદનપત્રમાં એમ કહેવાયું છે, કે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિજળી ગુલ થવાની ઘટના ટ્રીપીંગની હતી અને તે ગમે ત્યારે થઈ શકે છે. તે તંત્રના અંકુશ બહાર હોય છે. પક્ષીઓ કે અન્યર કોઈ કારણસર વાયર ભેગા થાય એટલે વિજળી ગુલ થાય છે અને ગણતરીની સેક્ધડમાં તે પૂર્વવત થઈ જતો હોય છે આ ઘટના સામાન્ય હોય છે. સરકારી કાર્યક્રમમાં તે બને તો કોઈ અધિકારીનો દોષ ગણી ન શકાય કે પગલા ન લઈ શકાય.
બદલી પામેલા ઈજનેર ગોહિલનાં સમર્થનમાં એન્જીનીયર્સ એસોસીએશન મળ્યુ છે એટલુ જ નહિં સમગ્ર વિજતંત્રમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. બદલીનાં હુકમ રદ ન થાય તો લડતના કાર્યક્રમોની પણ ચીમકી આપવામાં આવી છે.


Loading...
Advertisement