ઉનાની મચ્છુન્દ્રી નદી પરનો દાયકો જુનો પુલ જર્જરીત : તુટી પડવાની ભીતિ

09 October 2019 12:48 PM
Veraval
  • ઉનાની મચ્છુન્દ્રી નદી પરનો દાયકો  જુનો પુલ જર્જરીત : તુટી પડવાની ભીતિ
  • ઉનાની મચ્છુન્દ્રી નદી પરનો દાયકો  જુનો પુલ જર્જરીત : તુટી પડવાની ભીતિ

સવાસો મીટર લાંબા પુલના પોપડા ઉખડી ગયા : ગાબડા પડયા

ઉના, તા. 9
ગત કાલે મેંદરડા પાસે માલણકા પાસે નદી પરનો પુલ તુટી જતાં ઊના અને તાલુકાના લોકોએ વર્ષો પૂર્વે બનેલા ઊના મચ્છુન્દ્રી નદી પરના દાયકા જુનો પુલ તદન બિસ્માર બની જતાં અને રેલીંગ તેમજ રોડ વચ્ચે મોટા પડેલા ગાબડા લોખંડના દેખાતા સળીયા તેમજ પુલ નીચે બાંધેલા ફાઉન્ડેશનની ગુંણવતા હલકી પડેલ હોય અને આ પુલ પરથી કેપીસીપી બહારના લોડીંગ વાહનોની અવર જવર થતી હોય જંપીન્ગ મારતા વાહનો ચાલકોમાં ડર સતવી રહ્યો છે.
આ પુલ ગમે ત્યારે ધરાશાય થાઇ તો ગંભીર અકસ્માતની ધટનાને નકારી શકાય નહી તેવો ભય વ્યક્ત કરેલ છે. તંત્ર દ્વારા આવા જર્જરીત પુલને તાત્કાલીક સર્વે કરી પુલની ક્ષમતાને તપાસવા માંગણી ઉઠવા પામેલ છે. આઝાદી પહેલા 1947-48ના વર્ષમાં બનેલા મચ્છુન્દ્રી નદી પરનો અંદાજીત 100 થી સવાસો મીટરથી વધુ લંબાઇ ધરાવતા આ પુલને 80 થી 90 વર્ષ જુનું બાંધકામ થયેલ છે. હાલમાં પુલ પર મોટા ગાબડા પડેલ છે. પાણીનો નિકાલ પણ બંધ કરાયેલ છે. તેમજ પુલના નીચેના ભાગે સીમેન્ટ પોપડા પડેલ હોવાથી માત્ર પ્લાસ્ટર આધારીત રહેલ છે. તેમજ નદી વચ્ચે પુલના બીમો પણ જંપીંગ કરતા હોવાથી
પસાર થતા વાહનોમાં પણ ધ્રુજારી જોવા મળે છે.
આ ઉપરાંત બન્ને સાઇડની રેલીંગ પણ જર્જરીત બની ગઇ છે. આ પુલ પર તાલુકાના 90 થી વધુ ગામોના લોકો દરરોજ નિયમીત અપડાઉન કરે છે. સામે કાંઠા પર ખેતીવાડીજોન, શાળાઓ અને ગામને જોડતો એક માત્ર આ પુલ આવેલ છે. સોમનાથ થી ભાવનગર જતાં તમામ નાના મોટા વાહનો 24 કલાક પુલ પરથી અનલોડ પસાર થતાં રહે છે. અને દશ દાયકા બાદ પણ તંત્ર દ્વારા આ પુલની મુલાકાત કે રીપેરીંગ કરણ કરવા જોવા તસ્દીલ પણ લીધી નથી. પહેલા આ પુલનું તમામ રીનોવેશન અને સંચાલન રેકર્ડ સ્ટેટ હાઇવે ઓથોરીટી ડિપાર્ટમેન્ટ કરતું હતું.
પરંતુ 51 નંબરના નેશનલ હાઇવેએ હાલમાં આ સંચાલન મેળતા તમામ આઝાદી વખતનું રેકર્ડ નેશનલ હાઇવે ઓથોરીટીને સોપ્યા બાદ પુલની હાલની વાસ્તવીક સ્થિતી અંગે ક્યારે પણ જીલ્લા ખાતે આવેલી પ્રોજેક્ટર ડાયરેક્ટર દ્વારા મરામત માટે સર્વે ન કરતા હાલ આ પુલ પર વાહન ચલાવવું ભારે જોખમ ભર્યુ બની રહ્યુ છે. ત્યારે તંત્ર દ્વારા તાકીદે પુલની પરિસ્થીતનો ચિતાર મેળવી ગંભીર અકસ્માત થાઇ તે પહેલા જાગશે ખરા ? તેવો પ્રશ્નો આમ પ્રજામાં ઉઠવા પામેલ છે.


Loading...
Advertisement