ખબરદાર જો લગ્ન કે સમારોહમાં મોટેથી DJ વગાડયુ કે ફટાકડા ફોડયા તો થશે જેલ: જાણો વિગતો....

09 October 2019 12:31 PM
Crime Gujarat Saurashtra
  • ખબરદાર જો લગ્ન કે સમારોહમાં મોટેથી DJ વગાડયુ કે ફટાકડા ફોડયા તો થશે જેલ: જાણો વિગતો....

સમારોહ દરમ્યાન પાળવા પડશે નિયમો

નવી દિલ્હી તા.9
આપણા દેશમાં અભિવ્યકિત સ્વાતંત્ર્યના નામે કેટલાંક લોકો લાલિયાવાડી ચલાવતા હોય છે.તેમના ખુશીના સમારોહ બીજાને માટે ત્રાસરૂપ બની જતા હોય છે. ત્યારે સમારોહને લઈને સરકારે પાંચ નિયમો ઘડયા છે. જેમાં ધ્વનિ પ્રદુષણ, પ્લાસ્ટીકનો પ્રયોગ, લગ્નમાં આતશબાજી, માર્ગો પર જાન કાઢવા સમયે ટ્રાફીક જામ કરવા, ફાયરીંગ કરવા સહીતનાં નિયમોમાં ભંગ કરવા બદલ જેલની સજા પણ થઈ શકે છે.
લગ્ન સમારોહ સહિત વિવિધ સમારોહનાં આયોજન માટે પાંચ જેટલા નિયમોનું લોકોએ કડકાઈથી પાલન કરવુ પડશે. અને જો પાલન ન કર્યું તો જેલમાં જવુ પડી શકે છે.
પોલીસ અને પ્રશાસને સમારોહમાં પ્લાસ્ટિકનો પ્રયોગ તેજ અવાજમાં ડીજે ખુશીમાં ફાયરીંગ સામે સખ્તાઈ શરૂ કરી છે. આ મામલે મંડલ આયુકત જિલ્લા અધિકારીઓને ગાઈડ લાઈન મોકલીને માહીતગાર કર્યા છે. દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છતા લગ્નોમાં 40 ટકા પ્લાસ્ટિકનો પ્રયોગ થાય છે. આ સ્થિતિમાં લગ્નમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થશે તલો તે જપ્ત કરાશે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રાતના 10 વાગ્યા બાદ 55 ડેસીબલથી વધારે અવાજમાં ડીગે વગાડાયું તો તેને જપ્ત કરી ડી.જે.સંચાલકથી માંડી આયોજકની ધરપકડ થઈ શકે છે. દિવાળી કે લગ્નમાં માત્ર ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે.
ઉપરોકત પાંચ જેટલાં નિયમોમાં ભંગ બદલ કાનુની કાર્યવાહી થઈ શકે અને જેલની સજા પણ થઈ શકે છે.


Loading...
Advertisement