છૂટાછેડા: સુરતમાં વિકૃત યુવકે ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી પત્નિને અશ્લીલ વિડીયો મોકલ્યો

09 October 2019 11:42 AM
Surat Crime Gujarat
  • છૂટાછેડા: સુરતમાં વિકૃત યુવકે ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી પત્નિને અશ્લીલ વિડીયો મોકલ્યો

વિકૃત યુવકે ફેક ફેસબુક આઇડી બનાવી તેના મારફતે વિડીયો યુવતીને મોકલ્યા હતા.

સુરતઃ સુરતમાં એક વિકૃત યુવકે પોતાની પત્નિની ગુપ્તાગમાં વિવિધ ચીજવસ્તુઓ મૂકી અશ્લીલ વિડીયો બનાવવ્યા હતા. પતિની આ વિકૃતિથી કંટાળીને યુવતીએ એક માસ અગાઉ છૂટાછેડા લઇ લીધા હતા હવે તેના ભૂતપૂર્વ પતિએ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છે.

વિકૃત યુવકે ફેક ફેસબુક આઇડી બનાવી તેના મારફતે વિડીયો યુવતીને મોકલ્યા હતા. સાથે સાથે ધમકીભર્યા મેસેજ કર્યા કે, યુવતી ફરી પોતાની પાસે રહેવા નહીં આવે અને કેસ કરશે તો તમામ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ.

પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ સરથાણા વિસ્તારમાં માતા પિતા સાથે રહેતી 29 વર્ષીય યુવતીના લગ્ન કામરેજ ખાતે રહેતા યુવાન સાથે ડિસેમ્બર-2016માં થયાં હતાં. યુવતીને પતિએ 6 માસ તો સારી રીતે રાખી પણ પછી પોત પ્રકાશી કહ્યું કે, મારી સાથે રહેવું હોય તો હું કહું તેવા વિડીયો બનાવવા પડશે.

પતિની માગણી સ્વીકારી યુવતી તેના કહેવા મુજબ વિડીયો બનાવવા તૈયાર થઈ હતી. તેનો પતિ તેના ગુપ્તાંગમાં શીશી, કાકડી, ગાજર જેવી વસ્તુઓ મૂકી વિડિયો બનાવતો હતો. પતિની આ વિકૃતિ વધી જતાં યુવતી પોતાના પિયર રહેવા આવી ગઈ હતી અને છૂટાછેડા અંગે કાર્યવાહી કરીને સપ્ટેમ્બર માસમાં છૂટાછેડા લઈ લીધા હતા.

છૂટછેડા બાદ પૂર્વ પતિએ દીપ પટેલના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું. તેમાંથી યુવતીના ફેસબુક એકાઉન્ટ પર તેનો નગ્નાવસ્થામાં ગુપ્તાગમાં ચીજો મૂકેલો વિડીયો મોકલી આપ્યો હતો. યુવતીએ વિડિયો ડીલીટ કરવા કહેતાં યુવકે ધમકી આપી કે, મારી પાસે રહેવા નહીં આવે અને કેસ કરશે તો તમામ વિડિયો વાયરલ કરી દઈશ.


Loading...
Advertisement