પાકિસ્તાનનાં મંત્રીનું હૃદય પરિવર્તન ભારતને દશેરા પર્વની શુભેચ્છા પાઠવી

09 October 2019 11:25 AM
India World
  • પાકિસ્તાનનાં મંત્રીનું હૃદય પરિવર્તન ભારતને દશેરા પર્વની શુભેચ્છા પાઠવી

લોકોએ ટ્રોલ કરીને કહ્યું, થેન્કસ ઈડિયટ

ઈસ્લામાબાદ:
ભારત આખુ અસત્ય પર સત્યના વિજય સમા તહેવાર દશેરાનાં પર્વની ઉજવણી કરી રહ્યુ છે. માત્ર ભારત જ નહિં, દુનિયાભરમાં વસવાટ કરી રહેલા ભારતીય સમાજના લોકો પણ વિજયાદશમીનો તહેવાર ઉજવે છે. મોટાભાગે ભારત વિરૂદ્ધ સોશ્યલ મિડિયા પર નિવેદનબાજી કરનાર પાકિસ્તાનની ઈમરાન સરકારના મંત્રીનું જાણે હૃદય પરિવર્તન થઈ ગયુ હોય તેમ લાગે છે. પાકિસ્તાનનાં મંત્રીએ ભારત તરફી વલણ દાખવ્યુ છે જોકે તેમને આમ કરવાનું ભારે પડયુ છે. ઈમરાનખાનના મંત્રી બરાબરનાં ઘેરાયા છે.
ઈમરાનખાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ ટવીટ કરીને દશેરાનાં તહેવારની શુભેચ્છા પાઠવી છે. ફવાદ ચૌધરીએ પોતાની ટવીટમાં લખ્યુ હતું કે પાકિસ્તાન, હિન્દુસ્તાન અને અન્ય ભાગોમાં રહેતા તમામ હિન્દુઓને દશેરાની ખુદ ખુબ શુભેચ્છા. ફવાદ ચૌધરીની આ ટવીટને લઈને લોકોનાં જુદા જુદા રીએકશન આવી રહ્યા છે.કેટલાક લોકો એને આવકારી રહ્યા છે તો કેટલાક ટ્રોલ પણ કરી રહ્યા છે.
ફવાદ ચૌધરીની આ ટવીટ બાદ કેટલાંક લખ્યુ કે અખંડ ભારત ઝિંદાબાદ, તો એક યુઝરે લખ્યુ કે સારૂ થાત જો અમે તમારી અંદરના રાવણને પણ ખતમ કરી દીધો હોત તો કેટલાંક લોકોએ ટીખળ કરતા લખ્યુ કે થેન્કસ, ઈડીયટ, કેટલાંક લોકોએ લખ્યુ કે સારૂ થાત કે આજે જ પાકિસ્તાન મસુદ અઝહર, હાફીઝ સઈદને પણ હણી નાખત.


Loading...
Advertisement