દિપીકા પાદુકોણની બોલિંગ પર કલીન બોલ્ડ રણવીરસિંહ

09 October 2019 11:09 AM
Entertainment
  • દિપીકા પાદુકોણની બોલિંગ પર કલીન બોલ્ડ રણવીરસિંહ

મુંબઈ: ભારતને ક્રિકેટમાં મળેલા વર્લ્ડકપ પર આધારિત ફિલ્મ "83” ની રેપ અપ પાર્ટીમાં દિપિકા પાદુકોણ અને રણવિરસિંહ ક્રિકેટ રમી રહ્યા હોય એવી એકશનમાં પોઝ આપતાં જોવા મળ્યા હતા. દિપિકા બોલીંગ કરી રહી છે તો રણવીર સિકસ મારતો પોઝ આપી રહ્યો છે. જોકે તે કલીન બોલ્ડ થયો હોય તો નવાઈ નહિં. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર કપિલદેવનું પાત્ર રણવીર ભજવી રહ્યું છે. તેમની વાઈફ રોમીદેવની ભૂમિકામાં દિપિકા પાદુકોણ જોવા મળશે. આ ફિલ્મને કબીરખાને ડિરેકટ અને સાજીદ નડીયાદવાલાએ પ્રોડયુસ કરી છે. ફિલ્મની રેપ અપ પાર્ટી સોમવારે બાંદરા કુર્લા કોમ્પ્લેકસમાં યોજાઈ હતી.


Loading...
Advertisement