ડાંગમાં શિક્ષક સાથે શિક્ષિકા શાળામાં જ કરતી હતી આ કૃત્ય,વાલીઓને ખબર પડતાં પહોંચ્યા શાળાએ અને પછી શું થયું...

09 October 2019 10:53 AM
Ahmedabad Crime Education Gujarat
  • ડાંગમાં શિક્ષક સાથે શિક્ષિકા શાળામાં જ કરતી હતી આ કૃત્ય,વાલીઓને ખબર પડતાં પહોંચ્યા શાળાએ અને પછી શું થયું...

જિલ્લા શિક્ષણાધિકારીએ બંને સામે ખાતાકીય તપાસ કરી શિક્ષાત્મક પગલાં ભરવા માટે શિક્ષણ નિયામકને રિપોર્ટ કર્યો છે.

આહવાઃ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાની એક શાળાના મુખ્ય શિક્ષક અને શાળાની પરિણીત શિક્ષિકા શાળામાં જ સેક્સ માણતાં હતાં. મુખ્ય શિક્ષકે પોતે આ સેક્સ લીલાના વીડિયો ઉતાર્યા હતા અને પ્રેમિકાની નગ્ન તસવીરો લીધી હતી. આ વીડિયો ક્લિપ અને તસવીરો વાયરલ થતાં ચકચાર મચી છે.

આ ઘટનાને પગલે ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂસારાએ બંને શિક્ષકોની તત્કાળ અસરથી અલગ અલગ શાળાઓમાં બદલી કરી દીધી છે.

આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીએ બંને સામે ખાતાકીય તપાસ કરી શિક્ષાત્મક પગલાં ભરવા માટે શિક્ષણ નિયામકને રિપોર્ટ કર્યો છે. શિક્ષણાધિકારીએ બંનેની સેક્સ માણતી વીડિયો ક્લિપ તથા અંગત પળોની અન્ય વાયરલ થયેલ તસવીરો પણ પુરાવા તરીકે મોકલી આપ્યા છે.

પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અને શિક્ષિકા વચ્ચે લાંબા સમયથી સંબંધો હતા. બંને શાળામાં જ શારીરિક સંબંધો બાંધીને રંગરેલિયાં મનાવતા હતાં. આ બંનેની સેક્સ લીલાના અશ્લીલ ફોટો અને વીડિયો શિક્ષકોમાં જ વાયરલ થયા હતા. વાત વધીને વાલીઓ સુધી પહોંચતાં તેમણે શાળાએ જઇ હોબાળો મચાવ્યો હતો.

આ હોબાળાના પગલે ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.સી.ભૂસારાએ ટી.પી.ઓ. દ્વારા તપાસ કરાવી હતી. અંગત પળોની વીડિયો કલીપ અને ફોટા સાચા હોવાનું બહાર આવ્યું હતું. બંનેની અંગત પળોની તસવીરો અને વીડિયો મુખ્ય શિક્ષકે પોતે જ બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.


Loading...
Advertisement