108 મોડી આવતા CM રૂપાણીનાં માસિયાઈ ભાઇનું મોત,તપાસનાં આદેશ:આવું કેમ જનતા જવાબ માંગે છે

09 October 2019 09:25 AM
Rajkot Government Gujarat Politics Saurashtra
  • 108 મોડી આવતા CM રૂપાણીનાં માસિયાઈ ભાઇનું મોત,તપાસનાં આદેશ:આવું કેમ જનતા જવાબ માંગે છે
  • 108 મોડી આવતા CM રૂપાણીનાં માસિયાઈ ભાઇનું મોત,તપાસનાં આદેશ:આવું કેમ જનતા જવાબ માંગે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં માસીનાં દીકરા અનિલભાઇ સંઘવીનું મૃત્યું 4 ઓક્ટોબરનાં રોજ નીપજ્યું હતું.

રાજકોટ: 108ની એમ્બ્યુલન્સને (Ambulance) કારણે અનેક લોકોનાં જીવ બચ્યાં છે તો તેની બેદરકારીને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યાં પણ છે તેવું કહી શકાય. મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં (Vijay Rupani) માસીનાં દીકરા અનિલભાઇ સંઘવીનું મૃત્યું 4 ઓક્ટોબરનાં રોજ નીપજ્યું હતું. જેમાં 108ની એમ્બ્યુલન્સ મોડી આવતા તેમનો જીવ ગયા હતો. આ સમગ્ર હકીકત ધ્યાનમાં આવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તરત જ કલેક્ટરને તપાસનાં આદેશ આપ્યાં છે.

45 મિનિટ 108 મોડી આવી
આ મામલે મળતી માહિતી પ્રમાણે સીએમ રૂપાણીનાં માસિયાઇ ભાઇ અનિલભાઇને શ્વાસની બીમારી થતા પરિવારે 108ની એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. પહેલા તો 15થી 20 મનિટ સધુી તેનો ફોન વ્યસ્ત આવતો હતો. જે બાદ લેન્ડલાઇન પરથી ફોન લગાવતા વાત થઇ હતી. જેમાં પણ ઓપરેટરે સરનામું સમજવામાં ભૂલ કરી હતી. જેના કારણે 108ની એમ્બ્યુલન્સ બીજા જ કોઇ એડ્રેસ પર જતી રહી હતી. જે પછી એમ્બ્યુલન્સ 45 મિનિટ મોડી ઘરે પહોંચી તો હતી પરંતુ તેમાં ઘણી જ વાર થઇ ગઇ હતી અને અનિલભાઇનું મૃત્યું નીપજ્યું હતું.

તપાસનાં આદેશ
સીએમ વિજય રૂપાણી મંગળવારે એટલે ગઇકાલે તેમના માસિયાઈ પરિવારને સાંત્વનાં આપવા ગયા હતાં.જ્યાં આ આખી હકિકત સામે આવતાં તેમણે કલેક્ટરને તપાસનાં આદેશ આપ્યાં છે. આ ઉપરાંત ભવિષ્યમાં આવું અન્ય કોઇની પણ સાથે ન થાય તેવી તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.


Loading...
Advertisement