ભાજપના સ્ટાર પ્રચારકમાંથી સાધ્વી પ્રજ્ઞાની બાદબાકી

08 October 2019 07:37 PM
India Politics
  • ભાજપના સ્ટાર પ્રચારકમાંથી સાધ્વી પ્રજ્ઞાની બાદબાકી

લોકસભા ચૂંટણીમાં ભાજપે મધ્યપ્રદેશમાં સાધ્વી પ્રજ્ઞાને મેદાનમાં ઉતારીને ભોપાલમાંથી દિગ્વીજયસિંઘ જેવા પીઢ રાજકારણીને પરાજીત કર્યા હતા પરંતુ હવે આ સાધ્વી પ્રજ્ઞા ભાજપ માટે મુસીબત બની ગયા છે. ખાસ કરીને તેને નથુરામ ગોડસેને દેશભકત ગણાવ્યા. ગાંધીજીની પ્રતિમાનું અપમાન કર્યુ અને જે રીતે તેઓ બેફામ બની ગયા હતા તેથી તેમને ભાજપે એક તરફ બે રાજયોની ધારાસભ્યોની ચૂંટણીમાંથી બાકાત રાખ્યા છે તો મધ્યપ્રદેશમાં જે પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યાં પણ સાધ્વી પ્રજ્ઞાને પ્રચાર માટે બોલાવશે નહી. મધ્યપ્રદેશમાં જે રીતે કમલનાથ સરકાર પાતળી બહુમતીમાં છે તે જોતા ભાજપ તેનો ખેલ બગડે તેવુ ઈચ્છતો નથી. જો પેટાચૂંટણી જીતી જાય તો કમલનાથ સરકારનું પતન લાવવા ભાજપ પછી કોંગ્રેસને તોડશે.


Loading...
Advertisement