તુર્કીએ જો કોઈ હદ પાર કરી તો અર્થવ્યવસ્થા મિટાવી દઈશ: ટ્રમ્પ

08 October 2019 07:36 PM
World
  • તુર્કીએ જો કોઈ હદ પાર કરી તો અર્થવ્યવસ્થા મિટાવી દઈશ: ટ્રમ્પ

સીરિયા મામલે ટ્રમ્પની તુર્કીને ધમકી

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીને ધમકી આપી હતી કે મે તેણે સીરિયાના મામલામાં હદ પાર કરી તો તેની પુરી અર્થ વ્યવસ્થાને બરબાદ કરી દેશે.
આ પહેલા અમેરિકાએ તુર્કીની સીમાએથી અમેરિકી સૈનિકોને હટાવવાનો નિર્ણય કર્યો હતો, જેને સાચો ઠેરવીને ટ્રમ્પે જણાવ્યું હતું કે તુર્કીમાં હાલની સ્થિતિમાં તેણે ખુદે જ માર્ગ ખોળવો પડશે.
અલબત, ટ્રમ્પે અગાઉ પણ તુર્કીને કુર્દો સાથે સામનો જાતે જ કરવાની સલાહ આપી હતી. તેમણે ટવીટ કર્યુ હતું કે તુર્કી, યુરોપ, સીરીયા, ઈરાન, ઈરાક, રશિયા અને કુર્દોએ ખુદે સ્થિતિનો સામનો કરવો પડશે અને તેઓ તેમના ક્ષેત્રમાં પકડાયેલા આઈએસના લડાયકો સાથે જે કરવા ઈચ્છતા હોય તે કરે. મોટેભાગે આ યુદ્ધ કબાઈલઓ વચ્ચે થઈ રહ્યા છે. પરંતુ આ નકામા અંતહિન યુદ્ધથી બહાર નીકળવાનો સમય છે અને અમારે સૈનિકોને પરત બોલાવવા છે. અમે એ લડાઈ લડીએ છીએ જે અમારા હિતની છે અને અમે માત્ર જીતવા માટે લડીએ છીએ.


Loading...
Advertisement