ક્રિકેટ અને ટેનિસના દિગ્ગજ ખેલાડી ધોની અને લિએન્ડર પેસ ફૂટબોલ રમ્યા

08 October 2019 07:34 PM
Sports
  • ક્રિકેટ અને ટેનિસના દિગ્ગજ ખેલાડી ધોની અને લિએન્ડર પેસ ફૂટબોલ રમ્યા

મુંબઈમાં ચેરિટી મેચમાં બન્ને સાથે રમ્યા

મુંબઈ તા.8
ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને ટેનિસના દિગ્ગજ ખેલાડી લિએન્ડર પેસ રમતના મેદાનમાં એક સાથે રમતા જોવા મળ્યા હતા. તેમની આ રમત ખાસ એટલા માટે હતી કે આ બન્ને ખેલાડીઓએ રમત નહોતા રમતા જેમાં તેમની કાયમી ઓળખ છે, આ બન્ને દિગ્ગજ ખેલાડીઓ ફુટબોલ રમવા મેદાનમાં ઉતર્યા હતા. આફ બન્ને ખેલાડીઓ અહીં એક ચેરિટી મેચમાં ફૂટબોલ રમ્યા હતા.
એમ.એસ.ધોનીની બ્રાન્ડીંગનું કામકાજ કરતી કંપની રહિતી સ્પોર્ટસે આ મેચની કેટલીક તસ્વીરો ફેસબુક પર શેર કરી હતી. આ તસ્વીરોમાં ધોની અને લિએન્ડર પેસ ફુટબોલ રમતાં જોવા મળે છે. તેમની સાથે અન્ય ક્રિકેટરો પણ સામેલ છે.


Loading...
Advertisement