બેડમિન્ટન સ્ટાર સાયનાને ડેન્માર્કમાં રમવા માટે વિઝા મેળવવામાં મુશ્કેલી

08 October 2019 07:34 PM
Sports
  • બેડમિન્ટન સ્ટાર સાયનાને ડેન્માર્કમાં રમવા માટે વિઝા મેળવવામાં મુશ્કેલી

વિઝા માટે વિદેશ મંત્રાલયમાં મદદ માંગી

નવી દિલ્હી તા.8
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલને આગામી સપ્તાહે ડેન્માર્કમાં યોજાનાર ઓપનમાં ભાગ લેવા માટે વીઝાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને આ સમસ્યા ઉકેલવા સાઈનાએ વિદેશ મંત્રાલયની મદદ માંગી છે.
ડેન્માર્ક ઓપન શીર્ષ બીડબલ્યુએફ સુપર 750 ટુર્નામેન્ટ 15થી20 ઓકટોબર દરમિયાન ઓડેન્સેમાં રમાનાર છે. સાઈનાએ વિદેશ મંત્રી એસ.જયશંકરને ટેગ કરીને ટવીટ કર્યું હતું કે મારા અને મારા ટ્રેનર માટે ડેન્માર્ક જવા માટે વીઝા સંબંધી આપને અનુરોધ છે. મારે આગામી સપ્તાહે ઓડેન્સેમાં ટુર્નામેન્ટ રમવાની છે અને હજુ સુધી અમારા વીઝા નથી બન્યા.
જાણવા મળતી વિગતો અનુસાર વિઝાના નિયમો ફેરફારના કારણે ભારતીય શટલર્સને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. નવા નિયમ મુજબ કોઈપણ વ્યક્તિએ ડેન્માર્કના વિઝા માટે દિલ્હી સ્થિત તેના દૂતાવાસમાં જાતે જ આવવું પડશે. જો કે, બેડમિન્ટન એસો. ઓફ ઈન્ડિયાએ દૂતાવાસે પત્ર લખીને જણાવ્યું હતું કે ખેલાડીઓની સ્વયં હાજર રહેવાના નિયમમાંથી છૂટ આપવામાં આવે પરંતુ આ મામલે હજુ સુધી કોઈ જવાબ નથી મળ્યો.
ભારતીય શટલર્સના યાત્રાના દસ્તાવેજો સાંભળનાર આનંદ ખરેએ જણાવ્યું હતું કે સાઈના તથા કિદાબી જેવા ખેલાડીઓનું સ્વયં હાજર રહેવું મુશ્કેલ છે. ખેર એ આ માટે વીઝા ફેસલિટેશન (વીએફએસ) ને જવાબદાર ઠેરવ્યું હતું.


Loading...
Advertisement