દ.આફ્રિકા સામેની શ્રેણીમાં શમીએ બીજી ઈનીંગમાં પાંચ વિકેટ ઝડપી

08 October 2019 05:53 PM
Sports
  • દ.આફ્રિકા સામેની શ્રેણીમાં શમીએ બીજી ઈનીંગમાં પાંચ વિકેટ ઝડપી

આંકડા બતાવે છે બીજી ઈનીંગમાં શમી કહેર મચાવે છે

વિશાખાપટ્ટનમ તા.8
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં પહેલી કરતા બીજી ઈનીંગમાં મોહમ્મદ શમી ઘાતક બોલીંગથી કહેર મચાવી રહ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચોની સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનીંગમાં શમીએ પાંચ વિકેટ ઝડપી હતી. શમીએ ફરી એકવાર સાબીત કર્યું કે તેને ટીમનો સૌથી મહત્વનો બોલર કેમ ગણવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટના પાંચમાં દિવસે અંતિમ દિવસે 35 રન પર પાંચ વિકેટ લઈને શમીએ ભારતને 203 રને જીત અપાવી હતી.કોહલીએ શમીના વખાણ કરતા જણાવ્યું હતું કે શમી અમારા માટે બીજી ઈનીંગમાં સતત સ્ટ્રાઈક બોલર રહ્યો છે. જો બોલ થોડો પણ રિવર્સ થાય તો શમી ઘાતક બની જાય છે. ભારત અને દ.આફ્રિકા વચ્ચે 10મી ઓકટોબરે મેચ રમાશે.


Loading...
Advertisement