પાલીતાણાના રંડોરા ગામેથી ઇંગ્લીશ દારૂ ઝડપાયો

08 October 2019 01:44 PM
Bhavnagar Crime
  • પાલીતાણાના રંડોરા ગામેથી ઇંગ્લીશ દારૂ ઝડપાયો

ભાવનગર તા.8
પાલીતાણાના ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ.આર.પી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પો.કોન્સ પરાક્રમસિંહ ગોહીલને બાતમીરાહે હકીકત મળેલ કે, રંડોળા ગામે રહેતા કુ્ષ્ણદેવસિંહ વનરાજસિંહ ગોહીલે એક મધ્ય પ્રદેશ રાજયના પાર્સીંગની બોલેરો પીકઆપ નંબર એમપી-09-જીજી-3740 મા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ રંડોળા ગામની સીમમા પીપરડી 2 જવાના રસ્તે ઉતારેલ છે તેવી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા એક એમ પી પાર્સીંગની ગાડી રોડ સાઇડમા ખુંચી ગયેલ હોય જેમા તપાસ કરતા લીલા મરચા ભરેલ તથા તેના નીચે ઇંગ્લીશદારૂની પેટીઓ ભરી મળી આવતા તથા આ ગાડીથી નજીક પડતરજમીનમાથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારુ (1)બેગપાઇપર ડીલક્ષ વ્હીચકી કાચની કંપની સીલપેક બોટલ નંગ 408 ની કિરૂ.1,22,400/- (2) રીટઝ ગોલ્ડ રીઝવે વ્હીચકી કાચની કંપની સીલપેક બોટલ બોટલ નંગ 96 ની કિરૂ.28,800/- (3) હેઇવર્ડ ફાઇવ થાઉઝન બીયર ટીન કંપની સીલપેક નંગ 360 ની કિરૂ.36,000/- (4) ઓફીસર ચોઇસ પ્રેસટીઝ વ્હીસ્કી ચપટા નંગ 912 કુલ કી.રૂા. 91,200/- નો મળી તથા બોલેરો ગાડી કી.રૂા.250000/- મળી કુલ રૂપીયા 528400/- નો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમા પાલીતાણા રૂરલ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ એમ.એસ.જાડેજા તથા હેડ કોન્સ બી.ઓ.ખસીયા તથા હેડકોન્સ આર.એ.લાંગાવદરા તથા પો.કોન્સ પરાક્રમસિંહ ગોહીલ તથા પો.કોન્સ રાજેશભાઇ ડાંગર તથા પો.કોન્સ મયુરભાઇ મકવાણા જોડાયા હતાં.


Loading...
Advertisement