પંજાબી ગાયક ગુરદાસે કોલકતામાં દુર્ગાપૂજામાં પોતાનો કાર્યક્રમ રદ કર્યો

08 October 2019 01:13 PM
Entertainment
  • પંજાબી ગાયક ગુરદાસે કોલકતામાં દુર્ગાપૂજામાં પોતાનો કાર્યક્રમ રદ કર્યો

કાર્યક્રમ સ્થળે શિખ ધર્મના અનાદરનો આરોપ

કોલકતા તા.8
દિગ્ગજ પંજાબી ગાયક ગુરદાસ માને કોલકતામાં દુર્ગાપૂજાના કાર્યક્રમમાં પોતાનો કાર્યક્રમ રદ કરી નાખ્યો હતો, જેના કારણમાં તેણે જણાવ્યુ હતુ કે મને જાણકારી મળી કે પૂજા સ્થળ પર આયોજકોએ શિખ ધર્મની નૈતિકતાનો અનાદર કર્યો છે.
સીટી ઓફ જોય તરીકે પણ ઓળખાતા શહેર કોલકતા રવાના થયેલા ગુરદાસ માન ‘કિ બનુ દુનિયા દા’થી જાણીતા થયા હતા. તેને એવી માહિતી મળી હતી કે પરફોર્મન્સના સ્થળે સુવર્ણ મંદિરની પ્રતિકૃતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે માનને અનુકુળ ન આવ્યુ. કાર્યક્રમ રદ કરવાને લઈને માત્ર જણાવ્યુ હતુ કે કાર્યક્રમના આયોજકોએ સુવર્ણ મંદિરની પ્રતિકૃતિનુ નિર્માણ કર્યું છે, જયાં લોકો ખુલ્લા માથે અને જૂતા પહેરીને જઈ રહ્યા છે.
ગાયકે જણાવ્યુ હતુ કે આયોજકોને ભલે ખરાબ લાગે પણ હું અહીં પરફોર્મ ન કરી શકું. હું આ મારા વ્યકિતગત ધર્મ અને ભાવનાઓની વિરૂધ્ધ છે, હું આયોજકોની લાપરવાહીથી આશ્ર્ચર્યચકિત છું.


Loading...
Advertisement