કાશ્મીરને મુદો બનાવી ફરી રાજનીતિમાં ભૂમિ ખોજતા પાક.ના ભાગેડુ તાનાશાહ

08 October 2019 01:09 PM
Politics World
  • કાશ્મીરને મુદો બનાવી ફરી રાજનીતિમાં ભૂમિ ખોજતા પાક.ના ભાગેડુ તાનાશાહ

કાશ્મીર પાકિસ્તાનના લોહીમાં છે: મુશર્રફ : છેક બે મહિના બાદ કાશ્મીર મુદ્દે મુશર્રફ બોલ્યા!

ઈસ્લામાબાદ તા.8
પોતાના જ દેશમાં રાજદ્રોહના કેસનો સામનો કરી રહેલાને હાલ દુબઈમાં વસતા પાક.ના પૂર્વ તાનાશાહે કાશ્મીર મામલે પછડાટો ખાવા છતાં પોતાની ટંગડી ઉંચી રાખી છે ને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ છેક બે મહિને મોં ખોલીને કહ્યું છે - કાશ્મીર પાકિસ્તાનના લોહીમાં છે. હાલ દુબઈમાં બિમારીનો સામનો કરી રહેલા મુશર્રફ કાશ્મીર મામલાને મુદો બનાવી રાજનીતિક ભૂમિ શોધવાની તલાશમાં છે.
મુશર્રફે શેખી મારી હતી કે કાશ્મીર પાકિસ્તાનના લોહીમાં છે, ભલે ગમે તે થઈ જાય, સેનાની સાથે દેશ કાશ્મીરી લોકો સાથે ઉભો રહેશે.
દુબઈમાં રહેલા જનરલ (રીટાયર્ડ) મુશર્રફે કારગીલ સંઘર્ષનો પણ ઉલ્લેખ કરી આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાનના શાંતિ પ્રયાસો છતા ભારત તેને વારંવાર ધમકી આપી રહ્યુ છે.
ઓલ પાકિસ્તાન મુસ્લીમ લીગના 76 વર્ષીય અધ્યક્ષે રવિવારે પાર્ટીના સ્થાપના દિવસે ટેલીફોન પર ઈસ્લામાબાદના પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરીને આ ટીપ્પણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા પાંચ ઓગષ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો સમાપ્ત કરાયા બાદ બંને દેશ વચ્ચે બગડેલા સંબંધો દરમ્યાન સંભવત: મુશર્રફની આ પ્રથમ ટીપ્પણી છે.ઉલ્લેખનીય છે કે મુશર્રફ માર્ચ 2016થી દુબઈમાં રહે છે. વર્ષ 2007માં સંવિધાન સ્થગિત કરવાને લઈને રાજદ્રોહના આરોપનો સામનો કરી રહ્યા છે. રાજદ્રોહના કેસમાં દોષી સાબિત થયા બાદ મૃત્યુદંડ અને ઉમરકેદની પાક.માં જોગવાઈ છે. તબીયત સુધર્યા બાદ મુશર્રફ રાજનીતિમાં પરત ફરવાની યોજના બનાવી રહ્યા છે.


Loading...
Advertisement