સુરતના હીરા વેપારીએ પરંપરા વિરુદ્ધ જઈ પુત્રોના નામ રાવણ; દુર્યોધન રાખ્યા

08 October 2019 12:36 PM
Surat Gujarat
  • સુરતના હીરા વેપારીએ પરંપરા વિરુદ્ધ જઈ પુત્રોના નામ રાવણ; દુર્યોધન રાખ્યા

બાબુ વાઘાણીના મકાનનું નામ પણ ‘મૃત્યુ’

સુરત તા.8
હીરાના ધંધામાં બાબુ વાઘાણીએ પોતાનું નસીબ પણ ચમકાવ્યું છે. અંધશ્રદ્ધા-પરંપરા વિરુદ્ધ જવા રેશનાલિસ્ટ તરીકે પણતેમણે ઝળહળતુ ઉદાહરણ પેશ કર્યું છે. આજે 70 વર્ષના વાઘણીએ ઘણી શરદપૂર્ણિમા અગાઉ, ભારતના ધર્મગ્રંથ મહાભારતના સૌથી કુખ્યાત મનાતા રાવણનું નામ પોતાના પ્રથમ પુત્રને આપ્યું હતું. બીજા પુત્ર માટે તેમણે દુર્યોધન નામ શોધી દ્રૌપદી પર ખરાબ નજર નાખનારા કૌરવના પાત્રના લક્ષણો વારસામાં મળે તેવી માન્યતાને પડકારી હતી.
રૂઢીચુસ્ત ગુજરાતમાં પુત્રોના રાવણ, દુર્યોધન નામ રાખી લોકોનાં ભવાં ચઢાવવા જાણે અધુરા હોય તેમણે વાસ્તુ સિદ્ધાંતોની ઐસી તૈસી કરી પોતાના મકાનનું નામ ‘મૃત્યુ’ રાખ્યુ છે.
આઠ ધોરણ સુધી જ અભ્યાસ કરનારા વાઘાણીએ જણાવ્યું હતું કે મારા જીવનમાં અંધશ્રદ્ધાને સ્થાન જ નથી. મારી યુવા વયથી આ માટે હું જાણીતો છું.
સ્કુલ છોડયા પછી વાઘાણીએ ભગવાનના વિચારને સમજવા ધાર્મિક અને ફિલોસોફીકલ પુસ્તકોનો અભ્યાસ કરી ભણતરની ખોટ પુરી કરી હતી.
તેમણે લાયોત્ઝ, કોન્ફીયુલિયસ, મોસેલ, શિન્યો, મોહમ્મદ, જિસલ, મહાવારી, યુદ્ધ બધાને
વાંચ્યા છે. માણસની પ્રકૃતિ સ્વભાવની કાળી બાજુને વ્યક્ત કરતા પૌરાણિક પાત્રોના નામ પુત્રોને આપવામાં ખોટુ કર્યાનું તેમને લાગતું નથી. તેમણે જણાવ્યું હતું કે કહેવાતી રાક્ષસીવૃતિને
પ્રતીકાત્મક રીતે વાળવાના બદલે લેકોએ ધર્મ સાથે જોડાયેલી અંધશ્રદ્ધા વાળવાની જરૂર છે.
ભાવનગર જિલ્લાના ગારિયાધારના વતની વાઘાણી 1965માં સુરત આવ્યા હતા અને પોતાનો ધંધો શરૂ કરતા પહેલા પેટગુજરા માટે હીરા ઘસ્યા હતા. તેમના જરાવ્યા મુજબ મેં મારું આખું બચપણ ગરીબીમાં ગુજર્યું છે અને મેં મારા પરિવારને આજનો રોટલો મળી રહે તે માટે પ્રાર્થના કરતા જોયો છે. જયાં સુધી અમેજાત ઘસી ન નાખી. ત્યાં સુધી અમારી હાલતમાં કોઈ સુધારો થયો નહોતો.
વાઘાણીના પુત્રો પણ પિતાના બિનરંપરાગત વિચારો સાથે સંમત છે. નાનો પુત્ર કહે છે કે મેં મારા ઈમેલ આઈડીમાં દુર્યોધનનો ઉપયોગ કર્યો છે. જો કે મિત્રો તેને હિતેશ નામે સંબોધે છે.


Loading...
Advertisement