સાવરણી વેચવાના બહાને મકાનની રેકી કરી લૂંટ-ચોરી કરતી અડધો ડઝન તસ્કરોની ગેંગ ઝબ્બ

08 October 2019 11:39 AM
Bhavnagar Crime
  • સાવરણી વેચવાના બહાને મકાનની રેકી કરી લૂંટ-ચોરી કરતી અડધો ડઝન તસ્કરોની ગેંગ ઝબ્બ
  • સાવરણી વેચવાના બહાને મકાનની રેકી કરી લૂંટ-ચોરી કરતી અડધો ડઝન તસ્કરોની ગેંગ ઝબ્બ

ભાવનગર પંથકમાં 22 જેટલા અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલાયો

(વિપુલ હિરાણી) ભાવનગર તા.8
ભાવનગર એલ.સી.બી. તથા તળાજા પો.સ્ટે.ના માણસો તળાજા પો.સ્ટે. વિસ્તાનરમાં અન ડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસને મળેલ બાતમી આધારે વેળાવદર ગામના પાટીયા પાસેથી બજાજ ડિસ્કવર મોટર સાયકલ રજી.નંબર ૠઉં-14અઇ-7813 તથા હોન્ડા સી.ડી-100 મોટર સાયકલ રજી.નંબર ૠઉં-14-અ-829 ઉપર પસાર થઇ રહેલ આરોપી (1) પંકજ ઉર્ફે પપ્પુ જ/ઘ બચુભાઇ જેરામભાઇ સોલંકી ઉ.વ.22 રહે.હમીપરા તા.તળાજા હાલ.ભારોલી, (2) રમેશભાઇ ઉર્ફે ઘુઘલો જ/ઘ બચુભાઇ જેરામભાઇ સોલંકી ઉ.વ.21 રહે.હમીપરા તા.તળાજા હાલ.ભારોલી (3) મુન્નાભાઇ જીતુભાઇ બચુભાઇ સોલંકી ઉ.વ.20 રહે.હમીપરા તા.તળાજા હાલ.ભારોલી વાળોઓને પકડી પાડેલ અને ત્રણેય આરોપીઓની જીણવટ ભરી રીતે તપાસ પુછપરછ કરતા કબુલાત આપેલ કે ઉપરોક્ત ત્રણેય તથા (4) ભોળાભાઇ બાબુભાઇ જસમોરીયા ઉ.વ.30 રહે.લાકડીયા તા.તળાજા (5) અજય ઉર્ફે કલવો ઘરમશીભાઇ ભીમાભાઇ ચુડાસમાં ઉ.વ.19 રહે.છાયાગામ, તા. હાલ શિવનગરના પાટીયા પાસે, ભાવનગર વાળાઓએ મળી થોડા દિવસ પહેલા ભદ્રાવળનં-3 ગામે રાત્રીના બાકોરૂ પાડીને ઘરમાં પ્રવેશ કરી ઓસરીમાં સુતેલા મોટી ઉમરના માજીના કાનમાં પહેરેલ સોનાના વેઢલા નંગ-4 ની લુંટ કરેલની કબુલાત કરતા આ લુંટ બાબતે તળાજા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ હોય જેથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેઓને નામદાર કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવી તેઓ સાથે લુંટ તથા ચોરીઓના ગુન્હામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીઓ અટક કરવામાં આવેલ હતા અને ઉપરોકત તમામે ભાવનગર જિલ્લામાં અલગ અલગ છ સ્થળોએ લૂંટ તથા 16 સ્થળોએ ઘરફોડ ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે. અને આરોપીઓ લુંટ તથા ચોરી કરેલ મુદ્દામાલ જેન્તીભાઇ ભુપતભાઇ પરમાર ઉ.વ.72 રહે.પાલીતાણા, મોટો દેવી પુંજક વાસ વાળાને વેચેલ હોવાની કબુલાત આપેલ છે.
આ આરોપીઓ સાવરણી અથવા કોઇપણ વસ્તુ વેચવાના બહાને ગામો-ગામ ફેરી કરે, એકલ-દોકલ રહેતા વૃધ્ધ માજીની રેકી કરી, રાત્રીના સમયે દિવાલમાં કોશ વડે બાકોરૂ પડી અથવા દિવાલ ટપીને મકાન અંદર જઇ ઓસરીમાં સુતા માજીને એક વ્યક્તિ મોઢે ડુચો આપી અને બીજા બે જણા કાનમાં પહેરેલ ઘરેણા જોટો મારી ખેચીને લુટ કરતા હતા અને સાથેના અન્ય ઇસમો દિવાલ ઉપર અને મકાનના બહારના ભાગે કોઇ આવીન જાય તેનુ ધ્યાન હતા અને જો દેકારો થાય અને કોઇ આવી જાય તો પથ્થરના ઘા કે લાકડાનો ધાકાથી મારમારી ઇજા કરીને ઘરેણા લઇને ભાગી જતા હતા.


Loading...
Advertisement