મોબાઈલ-લેપટોપની ખોટી પદ્ધતિના ઉપયોગથી કમર-ગરદનના દર્દો વધ્યા

07 October 2019 06:47 PM
Health
  • મોબાઈલ-લેપટોપની ખોટી પદ્ધતિના ઉપયોગથી કમર-ગરદનના દર્દો વધ્યા

મેસેજ જોતી વખતે ગરદન ન ઝુકાવો, મોબાઈલને કાન અને ખભા વચ્ચે રાખી વાત ન કરો

નવી દિલ્હી તા.7
મોબાઈલ આજકાલ સૌ કોઈની પ્રાથમિક જરૂરિયાત બની ગયો છે પણ આ સાધનનો વિવેકથી ઉપયોગ કરવામાં ન આવે તો અનેક સમસ્યા પેદા કરે છે. મોબાઈલના વધારે પડતા કે ખોટી રીતે ઉપયોગથી કમર દર્દમાં વધારો થયો હોવાનો એક અભ્યાસમાં ખુલાસો થયો છે.
મોબાઈલ અને લેપટોપનો ખોટી રીતે ઉપયોગ કરવાથી લોકો કમર અને ગર્દનનાં દર્દનાં દર્દી બની જાય છે. સફદરગંજ હોસ્પિટલનાં કોમ્યુનિટી મેડિસીન વિભાગ તરફથી દિલ્હીમાં ગ્રામીણ વિસ્તારમાં દર્દીઓ પર કરાયેલા અભ્યાસમાં આ વિગત બહાર આવી છે.
અધ્યયનમાં સામેલ 60 ટકા લોકો મસ્કયુલોસ્કેલ્ટન ડિસઓર્ડર અર્થાત સાંધાના દુ:ખાવાથી પીડિત હતા.
સફદરજંગનાં ડોકટર વ્યંકટેશે જણાવ્યું હતું કે સતત કોમ્પ્યુટર અને મોબાઈલ ફોનના ખોટી અવસ્થામાં ઉપયોગથી લોકો કમરના નીચેના ભાગમાં દર્દ અને સર્વાઈકલનાં શિકાર થઈ રહ્યા છે.
ડો.જુગલ કિશોરે જણાવ્યું હતું કે 200 લોકો પર થયેલા સંશોધનમાં 54 ટકા લોકોને કમરના દર્દની ફરિયાદ હતી.
મોબાઈલ ફોનમાં મેસેજ જોવા આપણે જેટલુ માથુ ઝુકાવીએ છીએ તેટલો ગરદન પર ભાર આવે છે. જેનાથી કરોડરજજુ વાંકી વળે છે. જેનાથી કમર દર્દ થાય છે. ખરો ઉપયોગ એ છે કે મેસેજ વાંચતી વખતે માથુ ન ઝુકાવીએ તો લેપટોપનો ઉપયોગ કરતી વેળા સ્ક્રીનને 80 સેન્ટીમીટર આંખથી દુર રાખો. મોબાઈલને કાન અને ખભા વચ્ચે ફસાવીને વાત ન કરો અને કામ દરમ્યાન દર 20 મિનીટે બ્રેક દઈ થોડુ ચાલવાથી કમરના દુ:ખાવાથી રાહત મળશે.


Loading...
Advertisement