વાયુસેનાનું સુખોઈ વધુ શક્તિશાળી બનશે, જોડાશે શાનદાર ફિચર્સ

07 October 2019 05:48 PM
India Technology
  • વાયુસેનાનું સુખોઈ વધુ શક્તિશાળી બનશે, જોડાશે શાનદાર ફિચર્સ

વાયુસેના રશિયા પાસેથી 12 સુખોઈ વિમાન ખરીદશે

નવી દિલ્હી તા.7
પોતાની તાકાત વધુ વિસ્તારવા અને યુદ્ધમાં મુકાબલા કરવાની ક્ષમતા વધારવા માટે ભારતે હવે પોતાના સુખાઈ-30 એમકેઆઈ ને અપગ્રેડ કરીને તેને ઉચ્ચસ્તરીય વિમાની, રડાર અને હથિયારોથી સજજ બનાવવાની યોજના બનાવાઈ છે, જે મુજબ તેની સાથે શાનદાર ફિચર્સ જોડાશે.
હાલ આ પ્રોજેકટ પર રશિયા સાથે વાતચીત ચાલી રહી છે. ભારતીય વાયુસેના રશિયા પાસેથી 12 વધુ સુખોઈ વિમાન ખરીદવાની યોજના તૈયાર કરી રહ્યું છે, જેથી ક્રેશમાં બરબાદ થયેલા વિમાનોની ભરપાઈ થઈ શકે.
હાલ વાયુસેના લડાયક વિમાનોની ભારે કમીનો સામનો કરી રહ્યું છે.આ વિમાનને પીએસયુ હિન્દુસ્તાન એરોનોટીકસ દ્વારા બનાવવામાં આવશે. આ કંપની સુખોઈ સિવાય 21 વધારાના મિગ-29 જેટસ વિમાનનું પણ નિર્માણ કરશે, જેમાં એક વિમાનનો ખર્ચ 230 કરોડ રૂપિયા થશે.
વાયુસેનાના અધ્યક્ષ રાકેશ કુમારસિંહ ભદોરિયાએ જણાવ્યા મુજબ સુખોઈ વિમાનોને નજીકના ભવિષ્યમાં વધુ અપગ્રેડ કરવામાં આવશે જેથી તેમને અધિક સક્ષમ બનાવી શકાય.


Loading...
Advertisement