ગેરકાયદે ક્ધટેન્ટ દૂર કરવા ફેસબુકને ફરજ પાડી શકાય: યુરોપની અદાલતનો ચૂકાદો

04 October 2019 06:50 PM
India Technology
  • ગેરકાયદે ક્ધટેન્ટ દૂર કરવા ફેસબુકને ફરજ પાડી શકાય: યુરોપની અદાલતનો ચૂકાદો

કેટલાક સંજોગોમાં ક્ધટેન્ટ વિશ્ર્વભરમાં દૂર કરવાની વિનંતી સોશ્યલ મીડિયામાં પ્લેટફોર્મે સ્વીકારવી પડશે : એકસરખી અને સમકક્ષ ક્ધટેન્ટ પર નજર રાખવી, એના અર્થઘટનની અમારી જવાબદારી નથી: ફેસબુકનો જવાબ

લકઝમબર્ગ તા.4
એક સીમાચિહનરૂપ ચૂકાદામાં યુરોપની ટોચની અદાલતે જણાવ્યું છે કે ફેસબુકને વિશ્ર્વભરમાં ગેરકાયદે ક્ધટેન્ટ દૂર કરવા પોલીસ કામગીરી કરવા આદેશ આપી શકાય. જો કે માનવાધિકારવાદીઓના કહેવા મુજબ આ ચૂકાદાથી ટીકાકારોને ચૂપ કરવા તાનાશાહોને તક મળી જશે.
યુરોપની આ અદાલતે અગાઉ ગુગલને જણાવ્યું હતું કે યુરોપના ‘રાઈટ ટુ બી ફરગોટન’ ને વૈશ્ર્વિક રીતે લાગુ કરવો જરૂરી નથી. એ વખતે વાણી સ્વાતંત્ર્યના હિમાયતીઓએ ચૂકાદાની પ્રશંસા કરી હતી. આ કેસમાં અદાલતે ક્ધટેન્ટ પ્લેટફોર્મ (સોશ્યલ મીડિયા)ની કેટલી જવાબદારી છે તે નકકી કરવાનો મુદો ચકાસ્યો હતો.
જો કે ફેસબુકના સંદર્ભમાં ટોચની યુરોપિયન કોર્ટનો ચૂકાદો કડક છે. લકઝમબર્ગ સ્થિત કોર્ટ ઓફ જસ્ટિસ ઓફ ધ યુરોપીયન યુનિયન (સીજેઈયુ)ના ચૂકાદામાં જણાવાયું છેકે ફેસબુકએ અમુક સંજોગોમાં વિશ્ર્વભરમાં ક્ધટેન્ટ દૂર કરવાની વિનંતીનું પાલન કરવું પડશે.
કોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અગાઉ ગેરકાયદે જાહેર થયેલી એક સરખી અને અમુક સંજોગોમાં સમકક્ષ કોમેન્ટ દૂર કરવા ફેસબુક જેવા હોસ્ટ પ્રોવાઈડરને આદેશ આપવા યુરોપીયન લંચ (ઈયુ)ના કાયદા રોકતા નથી.
એ ઉપરાંત, સંબંધીત આંતરરાષ્ટ્રીય કાયદાના માળખામાં રહી વિશ્ર્વમાં આવી રોક લાગુ કરતા ઈયુના કાયદા આડે આવતા નથી.
ફેસબુકએ આ ચૂકાદા સામે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોઈ એક દેશમાં ગેરકાયદે હોય તેવી સ્પીચ પર દેખરેખ, અર્થઘટન અનેએ દૂર કરવાની સોશ્યલ પ્લેટફોર્મની કોઈ ભૂમિકા નથી.
કંપનીએ જણાવ્યું હતું કે એક દેશના કાયદાને બીજા દેશમાં સ્પીચ પર લાદવાનો અધિકાર નથી એવા લાંબા સમયના સિદ્ધાંતનો ચૂકાદાથી ભંગ થાય છે. વળી, આ ચૂકાદાથી સક્રીયપણે ક્ધટેન્ટ મોનીટર કરી અન્ય દેશમાં ગેરકાયદે હોય તેવા ક્ધટેન્ટ જેવું છે કે નહીં તેના અર્થઘટનની જવાબદારી ઈન્ટરનેટ કંપની પર ઢોળવામાં આવી રહી છે.
ફેસબુક એ જણાવ્યું છે કે આ વાત સ્પષ્ટ કરવા રાષ્ટ્રીય અદાલતોએ વાસ્તવમાં આઈડેન્ટિકસ (સરયુ) અને ‘ઈકિવપમેન્ટ’ (સમકક્ષ) શું છે તેની વ્યાખ્યા આપવી જોઈએ. અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને કાતિલ અસર થાય તે ટાળવા અદાલતો પ્રમાણસર અને વિચારપૂર્ણ અભિગમ અપનાવશે એવી અમને આશા છે.
યુકેના રાઈટસ ગ્રુપ આર્ટીકલ 19એ ફેસબુકને ટેકો આપતા જણાવ્યું હતું કે એનાથી વિશ્ર્વભરમાં અભિવ્યક્તિના ઓનલાઈન સ્વાતંત્ર્યને અસર થશે.
ગ્રુપના એકઝીકયુટીવ ડિરેકટર થોમસ હ્યુજીસે જણાવ્યું હતું કે સંદર્ભ જોયા વગર પોસ્ટ આપોઆપ દૂર કરવા ફેસબુક જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને ફરજ પાડવાની સ્વાતંત્ર્ય પર તરાપ પડશે.
તેમણે જણાવ્યું હતું કે આચૂકાદાથી એક દેશની અદાલત બીજા દેશમાં ગેરકાયદે ન હોવા છતાં એકસરખી પોસ્ટ દૂર કરવા માંગણી કરશે. જે દેશોમાં માનવાધિકારનો રેકોર્ડ નબળો છેતેવા શાસકો આ ચૂકાદાનો દુરુપયોગ કરશે.


Loading...
Advertisement