તાજમહેલના દર્શન હવે મોંઘા પડશે, ટિકિટના ભાવ વધશે

04 October 2019 06:47 PM
India Travel
  • તાજમહેલના દર્શન હવે મોંઘા પડશે, ટિકિટના ભાવ વધશે

આગ્રામાં આગરા કિલા, ફતેહપુર સિકરી સહિતના સ્મારકોનાં પથકરમાં પણ વધારો

આગ્રા તા.4
તાજમહલ સહિત શહેરના બધા જ સ્મારકોનું દર્શન પર્યટકોને માટે હવે મોંઘુ થઈ શકે છે. આગ્રા ડેવલપમેન્ટ ઓથોરિટી બોર્ડની મળેલી બેઠકમાં સ્મારકોના દર્શન માટે લેવાનારા પથ કરમાં વધારાના પ્રસ્તાવને પાસ કરવામાં આવ્યો છે. હવે આ પ્રસ્તાવ શાસનધિકારીને મોકલવામાં આવશે, જેની સ્વીકૃતિ મળ્યે નવા ભાવો લાગુ પડશે, જયારે તાન અને આગ્રા કિલા પર સાર્ક દેશોના પર્યટકો માટે પથકરમાં વૃદ્ધિ નથી કરાઈ.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ઓથોરિટીના અધિકારીઓએ તાજમહલ, આગરા કિલા, સિકંદરા, ફતેહપુરી સિકટીમાં પર્યટનની સુવિધા વિકસીત કરવાનો હવાલો આપીને પથ કરતાં વધારો કરવાનો પ્રસ્તાવ રખાયો હતો. તાજમહાલ પર દેશના પર્યટકો માયે પથકરની રકમ રૂા.10વધીને રૂા.40 કરવા, વિદેશી પર્યટકોમાં રૂા.50થી વધારીને રૂા.600 કરવા, ફતેહપુર સિકરીમાં ઘરેલુ પર્યટકો માટે પથકર રૂા.10માંથી વધારીને 40 રૂપિયા કરવા અને વિદેશી મહેમાનોમાટે રૂા.10થી વધારી 600 રૂપિયા અને સાર્ક દેશોના પર્યટકો માટે રૂા.10માંથી વધારી રૂા.40 પથ કર કરવાનો પ્રસ્તાવ રજુ થયો હતો.


Loading...
Advertisement