હવે નળ મારફત પણ બીઆઈએસ સ્ટાન્ડર્ડનું પાણી ઉપલબ્ધ બનાવાશે

04 October 2019 06:40 PM
Health India
  • હવે નળ મારફત પણ બીઆઈએસ સ્ટાન્ડર્ડનું પાણી ઉપલબ્ધ બનાવાશે

કેન્દ્ર ફિલ્ટર હાઉસને નવી ટેકનોલોજીથી સજજ કરશે

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં નળ વાટે પુરુ પડાતું પીવાનું પાણી બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાન્ડર્ડ (બીઆઈએમ) કક્ષાનું નથી તેવા ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાનના વિધાનો વચ્ચે હવે સરકારે દેશમાં પસંદગીના શહેરોમાં પાઈલોટ પ્રોજેકટ હેઠળ લોકોને જે પીવાનું પાણી પાઈપલાઈન મારફત મલે છેતે બીઆઈએમ કક્ષાનું મળે તે નિશ્ર્ચિત કરવા તૈયારી કરી છે.
આ પ્રક્રિયા દિલ્હીથી જ શરૂ કરશે. ઉપરાંત દેશમાં જે સ્માર્ટ સીટી પસંદ થયા છે ત્યાં પણ આ યોજના લાગુ કરવામાં આવશે. દિલ્હીના 11 ક્ષેત્રોમાં નળ વાટે અપાતા પાણીનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમાં એક પણ સેમ્પલમાં તે પીવા માટે સલામત નહી હોવાનું જણાવ્યું હતું. તેથી હવે બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાન્ડર્ડના માપદંડ વાળું પાણી અપાશે અને સરકાર હવે આ માપદંડનું પાણી પુરુ પાડવુ તે એક જોગવાઈ લાવી રહી છે.
કેન્દ્ર સરકાર હવે જે જળાશયોમાંથી આવી પુરુ પડાય છે તેની સાથે જોડાયેલા ફિલ્ટર હાઉસને પણ આ માપદંડ માટે સજજ કરવાની તૈયારી કરી છે. હાલ આ સ્ટાન્ડર્ડ બોટલમાં મળતા પાણી અને અન્ય 140 ઉત્પાદનોને લાગુ થાય છે અને સરકાર હવે તેનો વ્યાપક ઉપયયોગ કરવા માંગે છે.


Loading...
Advertisement