મંગળ પર જીવનના પુરાવા બે વર્ષમાં મળશે: નાસાના વડાનો દાવો

04 October 2019 01:18 PM
Technology World
  • મંગળ પર જીવનના પુરાવા બે વર્ષમાં મળશે: નાસાના વડાનો દાવો

અમેરિકી અને યુરોપીય સ્પેસ એજન્સી બન્ને આવતા વર્ષે રોવર મોકલશે

ન્યુયોર્ક તા.4
નાસાના મુખ્ય વિજ્ઞાની જિમ ગ્રીને આગાહી કરી છે કે આગામી બે વર્ષમાં મંગળ પર જીવન શોધી કઢાશે. તેમણે જણાવ્યું હતું કે વિશ્ર્વ આ માટે તૈયાર નથી. પરગ્રહ પર જીવનની શોધ માટે યુએસ સ્પેસ એજન્સી અને યુરોપીયન સ્પેસ એજન્સી બન્ને આગામી વર્ષે મંગળ પર રોવર ઉતારવા તૈયારી કરી રહ્યા છે.
યુરોપીયન એજન્સીના રોવર ઈકોમાર્સને બ્રિટીશ ડીએનએ પાયોનિયર રોસાબીન્ડ ફેંકબિનનું નામ આપવામાં આવ્યું છે. મંગળની રિગોલિથ નામે જાણીતી માટીના સેમ્પલ લેવા તે સપાટીથી બે મીટર ઉંડુ ખોદકામ કરશે.
બીજી બાજુ, નાસાનું માર્સ 2020 રોવર પણ રાતા ગ્રહની સપાટી પરના પથરાળ રચનાને વીંધી સેમ્પલ મોકલશે.
આ સેમ્પલને પૃથ્વી પર લાવી પૃથ્થકરણ કરાશે.
એક ઈન્ટરવ્યુમાં ડો. ગ્રીને જણાવ્યું હતું કે આ મિશનથી બ્રહ્માંડમાં આપણે એકલા છીએ કે નહીં તે સવાલનો જવાબ મળી જશે. જો કે તેમણે ચેતવણી આપી હતી કે પરિણામો માટે માનવજાત તૈયાર નથી. મંગળ પર જીવન શોધવાની આપણે નજીક છીએ અને કેટલીક જાહેરાત અમે કરી રહ્યા હોવાથી મને ચિંતા છે. મંગળ પર જીવનના પુરાવા મળશે તો બીજા કેટલાક વૈજ્ઞાનિક સવાલો ઉભા થશે.


Loading...
Advertisement