ડૂંગળી, શાકભાજી બાદ હવે વિવિધ દાળો રસોડાનું બજેટ વેરવિખેર કરી શકે છે

04 October 2019 11:50 AM
India Woman
  • ડૂંગળી, શાકભાજી બાદ હવે વિવિધ દાળો રસોડાનું બજેટ વેરવિખેર કરી શકે છે

દેશના મુખ્ય બજારોમાં અડદ, મગ, ચણા સહિતની દાળોનાં ભાવમાં થયો વધારો: વરસાદને કારણે પાકને નુકશાન

નવી દિલ્હી તા.4
ડૂંગળી અને શાકભાજીનાં આસમાનને ચૂમતા ભાવોની કળ હજુ વળી નથી ત્યાં હવે દાળના ભાવોમાં પણ વધારો થતાં તહેવારોની સીઝનમાં રસોઈનું બજેટ વેરવિખેર થઈ ગયુ છે. ગત સપ્તાહે દેશની મુખ્ય બજારોમાં અડદની દાળના ભાવોમાં પ્રતિ કવીન્ટલ 450 થી 850 જેટલો વધારો થયો છે.અડદની દાળની સાથે સાથે મગ, તુવેર અને ચણાની દાળના ભાવમાં પણ વધારો થયો છે.
અનાજ બજારોનાં જાણકારોનું માનીએ તો દાળો હજુ મોંઘી થઈ શકે છે. કારણ કે વરસાદના કારણે મધ્ય પ્રદેશમાં અડદના પાકને ઘણુ નુકશાન થયુ છે. જયારે અનાજનું વાવેતર પણ આ ખરીફ સીઝનમાં ગત વર્ષથી ઓછુ થવાથી ઉત્પાદન ઓછુ રહેવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
અનાજ બજારનાં જાણકાર મુંબઈનાં અમિત શુકલાએ જણાવ્યું હતું કે મંગળવારે બજારમાં એક અફવા હતી કે સરકાર દાળો પર સ્ટોક લિમીટ લગાવનાર છે જેથી તમામ અનાજનાં ભાવોમાં એક દિવસ ઘટાડો રહ્યો હતો.પરંતુ છેલ્લા એક સપ્તાહની વાત કરીએ ચણા મગ અને મસુરની દાળમાં વધારો થયો હતો.
દેશમાં ઝડપથી વધતા દાળના ભાવો અંગે જોઈએ તો દેશની રાજધાની મુંબઈમાં મંગળવારે અડદની એફએફયુ (બર્માથી આયાતિત) વેરાયટીનો જથ્થાબંધ ભાવ 5450 રૂપિયા પ્રતિ કવીન્ટલ હતો જે ગત સપ્તાહનાં મુકાબલે 550 રૂપિયા વધુ છે. જયારે દેશની રાજધાની દિલ્હીમાં એફએયુનો ભાવ ગત સપ્તાહે 450 વધારે એટલે કે 5400 રૂપિયા પ્રતિ કવીન્ટલ હતો. જયારે રાજસ્થાન લાઈન મગનો ભાવ મંગળવારે દિલ્હીમાં 6100 રૂપિયા પ્રતિ કવીન્ટલ હતા. જેમાં એક સપ્તાહમાં મગના ભાવમાં 200 રૂપિયા પ્રતિ કવીન્ટલ વધારો થયો છે. જયારે ચણાનો ગત સપ્તાહે દેશની મુખ્ય બજારોમાં 25 થી 100 રૂપિયાનો વધારો થયો છે.
ઓલ ઈન્ડિયા દાળ મિલ એસોસીએશનનાં અધ્યક્ષ સુરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે સરકારી એજન્સી નાફેડ પાસે ચણા અને તુવેરનો ભરપૂર સ્ટોક છે અને તુવેરનાં નવા પાકની આવક પણ નવેમ્બર-ડિસેમ્બરથી શરૂ થનાર છે એટલે દાળોના ભાવ વધવાની શકયતા ઓછી છે. અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં તાજેતરમાં વરસાદ છેલ્લા 40 દિવસોથી વરસાદ થવાથી ખેતરોમાં પાણી ભરાયા છે. જેનાંથી મગ અડદને 25-30 ટકા નુકશાન થયુ છે. પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તુવેરને કોઈ નુકશાન નથી થયુ, પણ જો વરસાદ બંધ નહિં થાય તો અડદ અને મગને નુકશાન થઈ શકે છે.જેથી ભાવમાં 5 થી 10 ટકા વધારો થઈ શકે છે.


Loading...
Advertisement