સ્પેસ મેરેથોન: ત્રણ મહિનામાં 10 વખત સ્પેસ વોકનું આયોજન

04 October 2019 11:27 AM
Technology
  • સ્પેસ મેરેથોન: ત્રણ મહિનામાં 10 વખત સ્પેસ વોકનું આયોજન

પ્રથમ સાઉદી અવકાશયાત્રી પૃથ્વી પર પરત : સ્પેસ લેબનું મેઈન્ટેનન્સ-રીપેરીંગ હાથ ધરાશે

કેલિફોર્નિયા: સ્પેસ વોકની મેરેથોન કહી શકાય તેવી ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્પેસ લેબમાં અવકાશયાત્રીઓ આગામી ત્રણ માસમાં 10 વખત સ્પેસવોક કરશે. તેઓ આ સ્પેસ વોક સમયે સ્પેસ લેબની સોલાર પાંખની બેટરીમાં બદલશે અને અન્ય કેટલાક ભાગોની મરામત તથા રીપ્લેસમેન્ટ કરશે. પ્રથમ પાંચ સ્પેસ વોકમાં સ્પેસ લેબને આ રીતે રીપેર કરાશે અને તે કામગીરી તા.6 ઓકટો.થી શરૂ થશે. આ બેટરી તા.28ના રોજ સ્પેસ લેબમાં ખાસ ટ્રીપ મારફત પુરી પાડવામાં આવી હતી. અગાઉ 2017માં આ પ્રકારની કામગીરી કરાઈ હતી. બીજા તબકકાના સ્પેસ વોકમાં આ યાનના આલ્ફા મેગ્નેટીક સ્પેકટ્રોમીટરને બદલવામાં કરવામાં આવશે. દરમ્યાન અમેરિકન અને રશિયન અવકાશયાત્રીની સાથે સાઉદી અરેબિયાએ મોકલેલા તેના પ્રથમ અવકાટાત્રીની છ કલાકની ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની વધતી મુસાફરી સફળ રહી છે. સાઉદી અવકાશયાત્રી હાઝા અલ મન્સુરી અને બે અવકાશયાત્રીઓ સાઉદી અરેબિયાના કાઝાબસ્તાન એર ફીલ્ડ પર પરત ફર્યા હતા. આ ત્રણેય અવકાશ યાત્રીઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર આઠ દિવસ રહ્યા હતા તેની સાથેના અમેરિકી અવકાશયાત્રી નીક હયુજ અને રશિયન અવકાશયાત્રી એલેકસી ઓચીવીન પણ તેમની પ્રથમ સફર કરી રહ્યા હતા.


Loading...
Advertisement