રેલવેના પાટા ઓળંગતા મુસાફરોને પકડવાની પણ આરપીએફ જવાનને છૂટ?

03 October 2019 01:51 PM
Surendaranagar Travel
  • રેલવેના પાટા ઓળંગતા મુસાફરોને પકડવાની પણ આરપીએફ જવાનને છૂટ?
  • રેલવેના પાટા ઓળંગતા મુસાફરોને પકડવાની પણ આરપીએફ જવાનને છૂટ?

સુરેન્દ્રનગરમાં અનેક મુસાફરોને કાયદો બતાવી મેજીસ્ટ્રેટ સમક્ષ ત્રણ કલાક બાદ રજૂ કરાયા : આ સમયે જ આરપીએફનો જવાન ટ્રેઇન ઉભી હોવા છતાં પાટા ઓળંગતો જોવા મળ્યો પણ તેની સામે પગલા નહી લેવાતા તંત્રની કાર્યવાહી સામે ઉઠતા અનેક સવાલ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.3
સુરેન્દ્રનગર નવા જંકશનને મેજીસ્ટ્રેટ સ્ક્વોડની તપાસ પહેલા 3 કલાક અગાઉ મુસાફરો ને પકડી બેસાડી રખાતા ઉહાપોહ મચ્યો હતો તો દંડ વસુલી પહોંચ પણ અપાતી નથી આ વાત ને પુરવાર કરતી સુરેન્દ્રનગર આરપીએફ નો એક જવાન: કાયદા ના ઉલ્લંધન કરનાર રેલવે જવાન સામે રેલવે તંત્ર કોઈ કાર્યવાહી કરશે? તેવો પિડીતોનો પ્રશ્ર્ન નવા જંકશન ખાતે ચર્ચાયો હતો.
ભાવનગર ડિવિઝન ના મેજીસ્ટ્રેટની મોબાઇલ કોટ હોય કાલે ભાવનગર જ - સુરેન્દ્રનગર રૂટ પરથી પોતાની મોબાઇલ કોટ અનુસંધાને ફરજ પર હતાં તે દરમિયાન રેલવે પોલીસ દ્વારા સામાન્ય જનમાનસ કે જેઓ કાયદાકીય અજાણ્યા હોય તેવા લોકો ને રેલવે પાટા ક્રોસ કરવા રેલવે ના કોચ માં બારણાં ઉપર બેસવું સહિત ના ગુનાઓમાં લોકો ને પકડી ને મેજીસ્ટ્રેટ સામે રજુ કરવાની કામગીરી આરપીએફ દ્વારા હાથ ધરાઇ હતી.
તેવામાં કાયદાની મર્યાદાને છિનભીન કરનાર આરપીએફ એક જવાન આ મેજીસ્ટ્રેટની સુરેન્દ્રનગર નવા જંકશન સ્ટેશન પર ઉપસ્થિત હોવા છતાં જાણો તેને નિયમની કોઇ પરવા જ નહોય તેમ સરેઆમ નિયમોનું ઉલ્લંધન કરતી તસ્વીર કેમેરા માં કેદ થઈ હતી સામાન્ય અને રોજેરોજ મંજુરી કરી એક શહેર થી બીજા શહેર પોતાનું પેટીયું રળવા જેવા માટે લોકો ને કાલે સવારે 9:00 વાગ્યાથી જ આરપીએફ દ્વારા પકડીને આરપીએફ ઓફિસ ખાતે બેસાડી દેવામાં આવ્યા હતા. ત્યા જનસામાન્ય દ્વારા માત્ર મેમો આપી જવા દેવા આજીજી કરવા છતાં તેઑને અંદાજીત સવાર 9:30. વાગ્યા થી લઈ બોપરેના 12:30. વાગ્યા નાં અરસા સુધી તેઓને બેસાડી દેવામાં આવ્યા હતા. તંત્ર નાં આ ઓફિસરો ને જનસામાન્ય સમયની કોઈ કિંમત ન થઈ.
તેઑઍ જનસામાન્ય ની સમસ્યા સમજ્યા વિચાર્યા વગર તેઑની સરમુખત્યારશાહી ચલાવી જાણે તેઓ કોઈ ગંભીર ગુન્હાઓના આરોપી હોય તેમ બિન અધિકૃત બેસાડી અંદાજીત 4 કલાક સુધી નજર કેદ કરાય હતાં ત્યારબાદ બપોરે 12:15 થી 12:30 વાગ્યા ના રાબેતા મુજબ આવતી ભાવનગર- સુરેન્દ્રનગર લોકલ પેસેન્જર ટ્રેનમાં કાલે મેજીસ્ટ્રેટ ની મોબાઇલ કોટ હોય તેવામાં તમાંમ લોકોને રેલવે પોલીસ દ્વારા મેજીસ્ટ્રેટ સમક્ષ ટ્રેનમાં રજુ કરતા તેસમયે એક આરપીએફ નો જવાન પોતે જ રેલવે ના કાયદા ઓનું સરેઆમ ઉલ્લંધન કરતા કેમેરા માં કેદ થયો હતો. તેની તસ્વીર અંહીં રજુ કરવામાં આવી છે. આથી જ કહીં શકાય કે કાયદાઑ માત્ર જનસામાન્ય માટે છે? સત્તાધિશો અને તેના અધિકારી ઑ માટે નિયમોની કોઈ અહેમીયત નથી?? આ સાથે પોતાનો સમય વ્યર્થ થયો હોય તેવા પીડીતોએ દંડ ભર્યો છતાં પહોંચ ન આપી અને ત્યાંથી છૂટ્યા બાદ જણાવ્યું હતું કે શું જનતા ના સમયની તંત્ર ને કોઈ કદર નથી? અને જો તેની જાણ ન જનપિતીનીધી કે કોઈ સાંસદ કે કોઈ રાજનેતા ને ના હોય તો આ જનસામાન્ય ની પીડા સમાચાર પત્રના માધ્યમથી તેઓ સુધી પહોંચાડવા ઉપસ્થિત અને અને પીડીતો ઍ અપીલ કરી હતી. હવે જોવું એ રહ્યું કે, શું આ પરિસ્થિતિ ને ધ્યાને લઇ રેલવે તંત્ર અને સુરેન્દ્રનગર નાં સાંસદ ડો. મહેન્દ્ર ભાઈ મુંજપરા આ કાયદા ની સરેઆમ ધગજીયા ઉડાવનાર રેલવે જવાન ઉપર પગલાં લેવા કોઇ કાર્યવાહી કરશે કે કેમ ? અને શું તેઓ જનતા એ તેમને આપેલા મતની કદર કરી જનતા સાથે ન્યાય કરશે કે કેમ ? તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.


Loading...
Advertisement