રાજકોટની વિમાનની સેવામાં મોટા કાપનો સીધો ફાયદો અમદાવાદ એરપોર્ટને મળ્યો

03 October 2019 12:01 PM
Ahmedabad Gujarat Rajkot Saurashtra Travel
  • રાજકોટની વિમાનની સેવામાં મોટા કાપનો સીધો ફાયદો અમદાવાદ એરપોર્ટને મળ્યો

દેશભરમાં ફલાઈટ વૃધ્ધિમાં અમદાવાદ એરપોર્ટ ટોચ પર

અમદાવાદ તા.3
રાજકોટથી મુંબઈની વિમાની સેવામાં ધરખમ કાપ મૂકાયો હતો તેનો સીધો લાભ અમદાવાદ એરપોર્ટને મળ્યો હોય તેમ સરકાર વલ્લભભાઈ પટેલ વિમાની મથકનો ટ્રાફીક વૃધ્ધિદર સૌથી વધુ હોવાનું જાહેર થયુ છે.
એપ્રિલથી ઓગસ્ટ દરમ્યાન અમદાવાદ-એરપોર્ટથી 20,000 થી વધુ ફલાઈટનું આવનજાવન થયુ હતું. 48 વર્ષની સરખામણીએ 12.3 ટકાની વૃધ્ધિ છે.જે દિલ્હી,મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈ અને કોલકતા એરપોર્ટથી પણ વધુ છે.રાષ્ટ્રીય સ્તરે એરપોર્ટનો ટ્રાફિક વૃધ્ધિદર માત્ર 0.4 ટકા જ રહ્યો છે તેવુ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના રીપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.
ગત વર્ષની સરખામણીએ આ સાલનાં ઓગસ્ટમાં ડોમેસ્ટીક ફલાઈટની સંખ્યામાં પણ અમદાવાદ એરપોર્ટનો ડંકો હોય તેમ 10.1 ટકાનો વધારો હતો.
નિષ્ણાંતોએ એમ કહ્યું કે અમદાવાદ એરપોર્ટનાં ટ્રાફિક તથા ફલાઈટમાં વૃદ્ધિ માટે એકથી વધુ કારણો જવાબદાર છે. સ્પર્ધાત્મક ભાડાને કારણે પ્રવાસીઓ વિમાની માર્ગ અપનાવતા થયા જ છે. ઉપરાંત અમદાવાદથી નવા શહેરોની વિમાની સેવા આરંભાતા તેનો પણ લાભ મળ્યો છે.આ સિવાય રાજકોટ, જામનગર સહિતનાં શહેરોની વિમાની સેવામાં કાપથી અમદાવાદ જ સીધો લાભ થયો છે. કારણ કે પ્રવાસીઓ રાજકોટને બદલે અમદાવાદ એરપોર્ટથી વિમાની પ્રવાસ કરવા લાગ્યા છે. એરપોર્ટ ઓથોરીટીનાં રીપોર્ટ પ્રમાણે અમદાવાદ એરપોર્ટથી એપ્રિલ-ઓગસ્ટ દરમ્યાન 27370 ફલાઈટની આવન જાવન હતી. ગત વર્ષનાં આ ગાળામાં સંખ્યા 24363 ની હતી.


ચાલૂ નાણાંકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં દેશનાં 9 એરપોર્ટ પરથી 20,000 થી વધુ ફલાઈટની આવન જાવન હતી. તેમાં દિલ્હી, મુંબઈ, મેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકતા, અમદાવાદ, ગોવા તથા પુનાનો સમાવેશ થાય છે આ 9 માંથી સૌથી મોટો વૃધ્ધિદર અમદાવાદ એરપોર્ટનો 12.3 ટકા છે.ગોવાનો 9.5 ટકા તથા હૈદરાબાનદનો 5.4 ટકા છે.અન્ય એરપોર્ટમાં ફલાઈટ સંખ્યા ઘટી છે.


Loading...
Advertisement