બોટાદ પંથકમાં પ્રાચીન-અર્વાચીન રાસોત્સવની તૈયારીઓ પૂર્ણ : માની ભકિત કરવાનો થનગનાટ

30 September 2019 03:29 PM
Botad
  • બોટાદ પંથકમાં પ્રાચીન-અર્વાચીન રાસોત્સવની તૈયારીઓ પૂર્ણ : માની ભકિત કરવાનો થનગનાટ

(દિનેશ બગડીયા)બોટાદ તા.30
બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નવલા નોરતામાં માં જગદંબાની આરાધના માટે બોટાદ જાણે સોળે શણગાર સજીને રાસ-ગરબા અને પાર્ટી પ્લોટોમાં અદ્યતન ડી.જે.ના સથવારે ડીસ્કો દાંડીયા રમવા શહેરીજનોમાં ઉત્સાહ અને આનંદ જોવાઇ રહ્યો છે. અધુરામાં હતુ તે રાજય સરકારે નવલા નોરતાની નવ દિવસનું વેકેશન અગાઉ જાહેરાત કરેલ છે જેથી સોનામાં સુગંધ ભળી છે.
બોટાદ શહેર જિલ્લાના તાલુકા જેવા કે બરવાળા-ગઢડા સ્વામીના રાણપુર-પાળીયાદમાં માં જગદંબાની આરાધનાનું મંગલ પર્વ એટલે નવરાત્રીનો પ્રારંભ બોટાદમાં અનેક જગ્યાએ રાસ-ગરબાની પ્રેકટીસ શરૂ કરી દીધી છે. રંગબેરંગી પોષાક ખરીદી રહ્યા છે.
નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આદ્ય શકિતની આરાધના માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. નવરાત્રીના વાજીંત્રોનું રીપેરીંગ કામકાજ કારીગરો આ વખતે કામે લાગી ગયા છે. તબલા-ઢોલક ઢોલ અને મઢમાં આરતી માટેના નગારા રીપેરીંગ કામકાજાવાળ કારીગરો આ વખતે તેજીમાં દેખાઇ રહ્યા છે.
સમયની સાથે ભવાઇના મંડળો ઓછા થતા જઇ રહ્યા છે. ડીસ્કો દાંડીયા રમવા માટે ખેલૈયાઓ થનગની રહ્યા છે અને તેની પ્રેકટીસ શરૂ થઇ ગઇ છે. આ વખતે અગરબતી, ગુગળ, ધી, ધુપ, ધુપીયા, સારા વરસાદના કારણે બજારોમાં ગરાગી સારી રહેશે. તેમ માનવામાં આવે છે.
શહેરમાં અંબાજી મંદિર લીમડા ચોક ભરતનગર, પાંચવડા, જવાહરનગર, કૃષ્ણનગર, હરણફઇ, મહાકાળી યુવક મંડળ, વિવેકાનંદ સોસાયટી, હિફળી, ભાવનગર રોડ, ગાયત્રીનગર, રેલવે સ્ટેશન પાંજરાપોળ રોડ, શીવાલય રોડ, બરવાળીયા ચોક, ગીરધરનગર-કાંગશીયાપરા-તુરખારોડ, બારોટ શેરી, મીરા પાર્ક, વિજય સોસાયટી, ખોડીયારનગર, શિવાજીનગર, તુલસીનગર, શાંતિવન સોસાયટી, રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટ, આશીષ સોસાયટી, રેવાનગર, બ્રાહ્મણ સોસાયટી નર્મદા રેસીડેન્સી, મોટી વાડી, પોલીસ સ્ટેશન જેવા અનેક વિસ્તારોમાં ગરબા-દાંડીયા રાસ જેવી ધાર્મિક ઉજવણી કરવામાં આવશે. જાણે શહેર જિલ્લો અને ગ્રામ્ય વિસ્તારોમાં યુવા ધન હિલોળે ચડયુ હોય તેવો માહોલ જોવા મળે છે. છેલ્લે આ વરસે વરસાદ સવાયો કુદરતે ધાર્યા કરતા વધારે વરસાદ વરસાવ્યો છે.


Loading...
Advertisement