સચિન તેંડુલકરે વીડિયો મેસેજ કરી લતાજીને જન્મદિનની શુભેચ્છા આપી

28 September 2019 05:42 PM
Entertainment Sports India
  • સચિન તેંડુલકરે વીડિયો મેસેજ કરી લતાજીને જન્મદિનની શુભેચ્છા આપી

હું જયારે માના ગોદમાં વધારે સમય વીતાવતો હતો ત્યારથી તેમના ગીતો સાંભળું છું: સચિન

નવી દિલ્હી તા.28
દંતકથા સમાન સ્વર કિન્નરી લતા મંગેશકરના આજે 90માં જન્મ દિવસે મહાન બેટસમેન સચિન તેંડુલકરે એક વિડીયો મેસેજ કરીને શુભકામના પાઠવી હતી.
સચિને આ વિડીયો ટવીટર પર શેર કરીને લખ્યું- લતા મંગેશકર દીદી આપને 90મા જન્મદિવસે અભિનંદન. ઈશ્ર્વર આપને સારી તંદુરસ્તી અને ઢગલાબંધ ખુશીઓ આપે. સચીને લખ્યું હતું કે તે ત્યારથી તેમના ગીતો સાંભળતો આવ્યો છે જયારે તે ખૂબ નાનો હતો અને માતાના ખોળામાં સમય વીતાવતો હતો. સચીને લખ્યું કે ઈમાનદારીથી કહું તો એ નથી કહી શકતો કે મેં કયારે તેમનું ગીત સાંભળ્યું.
રસપ્રદ બાબત એ પણ છે કે લતા મંગેશકર પણ સચીનના ખેલની ફેન રહ્યા છે.


Loading...
Advertisement