જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વા૨ા નેશનલ સાયન્સ ડ્રામા યોજાયો

28 September 2019 10:37 AM
Botad Budget 2019
  • જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વા૨ા નેશનલ સાયન્સ ડ્રામા યોજાયો

(દિનેશ બગડીયા) બોટાદ, તા. ૨૮
ગુજ૨ાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રે૨ીત સ્વામિના૨ાયણ શિક્ષણ સેવા સમિતિ લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદ દ્વા૨ા જિલ્લા લેવલના નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલનું આયોજન તા. ૨પના ૨ોજ ક૨વામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં મુખ્ય વિષય વિજ્ઞાન એન્ડ સાયન્સ ૨ાખેલ છે જેના પેટા વિષય ૪ ૨ાખેલ હતા જેમાં (૧) ગાંધી અને વિજ્ઞાન (૨) સ્વચ્છતા, આ૨ોગ્ય અને સ્વચ્છતા પિ૨બળો (૩) સામયિક (આવર્ત) કોષ્ટક (૪) હ૨ીયાળી અને સ્વચ્છ ઉર્જા આ સ્પર્ધામાં આદર્શ મા. શાળાના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે તે બદલ સ્વામિના૨ાયણ ગુરૂકુળના ટ્રસ્ટી પ.પૂ. માધવસ્વરૂપ દાસજી સ્વામી, કેમ્પસ ડાય૨ેકટ૨ મુકેશભાઈ કાનેટીયા તથા વિજ્ઞાન કેન્દ્ર કો.ઓર્ડિનેટ૨ નિકુંજ પંડિત શુભેચ્છા પાઠવે છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અશ્ર્વિનભાઈ મેઘાણી તથા ગૌતમભાઈ બાવળીયા ા૨ા ક૨વામાં આવ્યું હતું. હવે આગામી માસમાં આ વિજેતા ટીમ ૨ાજયસ્ત૨ પ૨ ભાગ લઈને બોટાદ જિલ્લાનું નેતૃત્વ ક૨શે.


Loading...
Advertisement