સૌરાષ્ટ્ર-કચ્છ પર નવું સરકયુલેશન છવાશે: 1 ઓકટોબર સુધી વરસાદનો નવો રાઉન્ડ

25 September 2019 04:53 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છ પર નવું સરકયુલેશન છવાશે: 1 ઓકટોબર સુધી વરસાદનો નવો રાઉન્ડ

જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: ગુજરાતના 80 ટકાથી વધુ ભાગોમાં 1થી4 ઈંચ સુધી વરસાદની શકયતા

રાજકોટ તા.25
સૌરાષ્ટ્ર-કચ્છ પર આવતા દિવસોમાં વધુ એક બહોળુ સરકયુલેશન સર્જાવાની શકયતા વચ્ચે આગામી 1લી ઓકટોબર સુધી વરસાદનો નવો રાઉન્ડ રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં કહ્યું હતું કે બ્હોળુ અપર એર સાયકલોનીક સરકયુલેશન મહારાષ્ટ્ર-કર્ણાટકને લાગુ અરબી સમુદ્ર પર છે જે 1.5 કી.મી.થી 5.8 કી.મી.ના લેવલે છે. નીચલા લેવલની સિસ્ટમ અરબી સમુદ્ર બાજુ વધુ મુકે છે.
આ સિવાય બીજુ અપર એર સાયકલોનીક સરકયુલેશન 0.9 કી.મી.ની ઉંચાઈએ નીચલા લેવલે છે. કચ્છ-સૌરાષ્ટ્રને લાગુ દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાન પર છવાયેલુ છે અને તેને ટ્રક કોંકણ-કર્ણાટકના દરિયાકિનારા સુધી લંબાય છે.
આવતા દિવસોમાં બ્હોળુ સરકયુલેશન અરબી સમુદ્ર બાજુ આવશે અને ત્યારબાદ બે-ત્રણ દિવસમાં ઉતર તરફ
ગતિ કરશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને તેને લાગુ ગુજરાત પર 1.50 થી 3.1 કિલોમીટરના લેવલ સુધી અપર એર સાયકલોનીક સરકયુલેશન છવાશે. જે પછી અરબી સમુદ્ર તરફ સરકશે. આ સિસ્ટમ સૌરાષ્ટ્ર-કચ્છની નજીક હોવાથી વધુ મજબુત બને તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા અન્ય પરિબળોના આધારે પુર્વ કે પશ્ર્ચિમ તરફ કઈ દિશામાં આગળ ધપે છે તે મહત્વનું બનશે.
તા.25 સપ્ટેમ્બરથી 1લી ઓકટોબરના સમયગાળા દરમ્યાનની આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં 80 ટકા ઉપરાંત વિસ્તારોમાં અલગ-અલગ દિવસે અને જુદા-જુદા સ્થળોએ વરસાદ થવાની શકયતા છે. આ સમયગાળા દરમ્યાન કુલ વરસાદ 25 મીમી (એક ઈંચ)થી માંડીને 100 મીમી (4 ઈંચ) સુધી થઈ શકે છે.


Loading...
Advertisement