પાક.ખેલાડીએ શોર્ટલેસ તસ્વીર શેર કરતા ફેન્સે લખ્યુ-વિરાટની જેમ બેટ તો ચલાવો!

25 September 2019 11:52 AM
Woman
  • પાક.ખેલાડીએ શોર્ટલેસ તસ્વીર શેર કરતા ફેન્સે લખ્યુ-વિરાટની જેમ બેટ તો ચલાવો!

વિરાટમાંથી મેળવેલી "પ્રેરણા” હફીઝ માટે મજાક બની!

નવી દિલ્હી તા.25
વિરાટ કોહલી સોશ્યલ મિડિયા પર નિયમીત પોતાની તસ્વીરો શેર કરતાં રહે છે. તાજેતરમાં તેણે એક શર્ટલેસ તસ્વીર શેર કરી હતી. જેમાંથી ‘પ્રેરણા’ મેળવીને પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હફીઝે પણ પોતાની શર્ટલેસ તસ્વીર સોશ્યલ મિડિયામાં શેર કરતાં ફેન્સે જોરદાર ટ્રોલ કરી મજાક ઉડાવી હતી અને સલાહ આપી હતી કે વિરાટની જેમ બેટ પણ ચલાવો!
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની ક્રિકેટ ટીમનાં ખેલાડી મોહમ્મદ હફીઝ માટે આ વર્ષ સારૂં નથી રહ્યું. આઈસીસી વર્લ્ડકપ 2019 માં ખરાબ પ્રદર્શન બાદ હફીઝને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એ ક્રિકેટરોમાં લીસ્ટમાં ન રાખ્યો, જેમને સેન્ટ્રલ કોન્ટ્રાકટ અપાયા છે. તેને આગામી શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાં નથી લેવાયો. શર્ટલેસ ફોટો પર ફેન્સે પ્રતિક્રિયા આપતા લખ્યું.વિરાટ કોહલીની કોપી કરી રહ્યા છે. તો આપનું પર્ફોમન્સ પણ સુધારી લો.


Loading...
Advertisement