જામનગરમાં બાળમજૂરી સબબ ચાર ધંધાર્થીઓને દંડ કરાયો

20 September 2019 07:43 PM
Jamnagar
  • જામનગરમાં બાળમજૂરી સબબ ચાર ધંધાર્થીઓને દંડ કરાયો

જામનગર તા.20 :
જામનગરમાં ઔદ્યોગિક અને શહેરી વિસ્તારમાં બાળ મજુરી પ્રથા નાબુદ કરવા કલેકટરના નેજા હેઠળ યોજાયેલી ટાસ્ક ફોર્સ દ્વારા નજીકના ભુતકાળમાં બાળ મજુરોને મુકત કરાવવાની કામગીરી બાદ જે તે ધંધાદારી કેસોમાં જ ધંધાર્થીઓને 93 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
જામનગર જિલ્લા કલેકટર દ્વારા રચાયેલ ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા ઔદ્યોગિક તથા શહેરી વિસ્તારોમાં કરવામાં આવેલ બાળ મજુરી પ્રથા નાબુદી ધારા હેઠળની કાર્યવાહી દરમ્યાન મુકત કરાયેલ બાળ શ્રમયોગીઓવાળી સંસ્થાઓ વિરુધ્ધ સરકારી શ્રમ અધિકારી, મદદનીશ શ્રમ આયુકતની કચેરી જામનગર દ્વારા દાખલ કરવામાં આવેલ ફોજદારી કેસો અન્વયે મજુર અદાલત, જામનગર દ્વારા નાગેશ્ર્વર વિસ્તારમાં આવેલી લક્ષ્મી ટાઇલ્સને રૂા. 30 હજાર, દરેડ જીઆઇડીસીમાં આવેલી વરૂડી ઇલેકટ્રોપ્લેટર્સને રૂા. 21 અને આજ વિસ્તારમાં આવેલી રોહિત ઓટો ઇન્ડસ્ટ્રીઝને રૂા. 21 હજાર તેમજ કેવીન બ્રાસ નામની પેઢીને પણ રૂા. 21 હજારનો દંડ કરવામાં આવ્યો છે. મદદનીશ શ્રમ આયુકત દ્વારા તમામ ધંધાદારીઓને બાળશ્રમિકોને કામે ન રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.


Loading...
Advertisement