જામનગર ગ્રુપ ઓફ જામનગર દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન

20 September 2019 07:42 PM
Jamnagar
  • જામનગર ગ્રુપ ઓફ જામનગર દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન

જામનગર તા. 20: જામનગરમાં જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર (નિલમ) દ્વારા નિ:શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનું ફલીયા સર્જીકલ એન્ડ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, 17/એ દિ.પ્લોટ જામનગર ખાતે તા. 22-9-2019 ને રવિવારે સવારે 10 થી 1 વાગ્યા દરમ્યાન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં નિષ્ણાંત ડોકટર ડો. રોમીલ શાહ (ડેન્ટીસ્ટ), ડો. દિપ્તી ફલીયા શાહ (સ્ત્રી રોગ નિષ્ણાંત), ડો. ધારા શાહ (ફીઝીયો થેરાપીસ્ટ) સેવા આપશે. કેસ નોંધાવવા માટે 0288-2679455 સવારે 10 થી 1 દરમ્યાન સંપર્ક કરવા તથા આ કેમ્પનો લાભ લેવા શહેરની જનતાને અનુરોધ કરાયો છે.


Loading...
Advertisement